gajeravidyabhavanguj
હેમંતનું પરોઢ

"થરથર ધ્રુજાવતી ઠંડી વાય, સ્વેટર, શાલને તાપણી થાય,
ઘઉં-જુવારનો પોંક ખવાય, પતંગ તણા પેચ કપાય"
માનવીના આનંદ માટે ભગવાને પ્રકૃતિના સૌંદર્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઈને જાણે કમાલ કરી નાખી છે. નદી, પર્વત, જંગલ અને દરિયા જેવા સ્થળોની રમણીયતાની જેમ કુદરતે વિવિધ ઋતુ અને દિવસ-રાતના કાલખંડની શોભા મનુષ્ય જાતિ માટે ખુલ્લી મૂકી છે.
કોઈપણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે આહલાદક જ હોય છે. પરંતુ શિયાળાની સવારની મજા કંઈક અલગ જ છે. શિયાળાની સવારની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિકતા બીજી ઋતુઓ કરતા કઈ કેટલીય રીતે જુદી પડે છે.
શિયાળાની સવાર એટલે સુસવાટા મારતા પવનને ઠંડી હવા ની વચ્ચે આગમન થતા સૂરજના કિરણનું હુંફાળું સ્મિત વાતાવરણના ધુમ્મસને ચીરીને જ્યારે પૂર્વની ક્ષિતિને અદભુત સોનેરી રંગ સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાતા હોય ત્યારે સમગ્ર પ્રકૃતિ પર જાણે સ્મિત રેલાઈ ગયું હોય તેવું લાગે છે. વાતાવરણમાં ઉષ્માનો સંચાર થાય છે.
શિયાળાની ઋતુના અનેક ફાયદા આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે. આહારમાં અનેક પ્રકારની વેરાઈટીઝ જોવા મળે છે. વિવિધ શાકભાજી, વસાણા વગેરે શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાય છે. શિયાળાની સવારે પ્રકૃતિ સાથે સમય વિતાવવાની આગવી જ મજા હોય છે અને તેથી જ લોકો વહેલી સવારે ચાલવા માટે જાય છે. શિયાળામાં સૂર્ય વહેલો આથમે છે અને મોડો ઉગે છે. જેનાથી દિવસ ટૂંકો અને રાત લાંબી થાય છે. દિવાળી, ક્રિસમસ, નવું વર્ષ, પોંગલ, લોહરી જેવા અનેક તહેવારો શિયાળાની ઋતુમાં જ આવે છે આમ, શિયાળો એ દરેક વ્યક્તિ માટે નવી ઉર્જા, નવો જુસ્સો અને એક ઉષ્માભર્યુ વાતાવરણ લઈને આવે છે.
બાળકોને શિયાળાની ઋતુનું મહત્વ સમજાય તો એ હેતુથી અમારા બાલભવનમાં “વિન્ટર કાર્નિવલ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને કાશ્મીરની પ્રતિકૃતિ બનાવી તેની મુલાકાત કરાવી ત્યાંના જનજીવનની સમજ આપવામાં આવી તેમજ સ્વેટર માર્કેટ અને શિયાળાની ઋતુમાં આવતા ફળ, શાકભાજી, શિયાળામાં ખવાતા પાક, ખોરાક અને શિયાળામાં વપરાતા કોસ્મેટિક તેમજ ઔષધીઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ બાળકોને ક્રાફ્ટ એક્ટિવિટી દ્વારા સ્નોમેન હેગિંગ બનાવતા શીખવાડીયુ તેમજ બાળકોના મનોરંજન માટે કેન્ડીલેન્ડ તેમજ આઈસફીઝિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.