gajeravidyabhavanguj
હિન્દી દિવસ.

તા.૧૪/૦૯/૨૦૨૨ ને બુધવારના રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક & ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા (ગુ.મા.) કતારગામ ખાતે “રાષ્ટ્રીય હિન્દી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા અને કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં અમિતભાઈ પટેલ અને શીલાબેન ખાંટે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. જ્યારે કાવ્ય પઠન સ્પર્ધામાં અનીતાબેન શુક્લા અને જીજ્ઞાશાબેન પટેલે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિષય શિક્ષક ઇપીનભાઈ ચૌધરી, હેમંતભાઈ પરમાર, શીલાબેન ખાંટ, વૈષ્ણવીબેન નાયક કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીએ હિન્દી ભાષાનું મહત્વ વિશે ટુકું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.