top of page
  • Writer's picturegajeravidyabhavanguj

હર રંગ કુછ કહેતા હૈ...

“રંગો કી દુનિયામેં આઓ...,

રંગીન સપને સજાવો....”

રંગ એ પ્રકૃતિની અનોખી ભેટ છે. રંગોનું માનવ જીવનમાં ખુબ મહત્વ છે. દરેક માનવીની આસપાસ રંગોનું આભા મંડળ હોય છે. જે તેના સ્વભાવ અને આરોગ્યની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.

જ્યાં જ્યાં આપણી નજર ફરે ત્યાં ત્યાં રંગોનું સામ્રાજ્ય પ્રસરેલું છે. સોળે કળાએ ખીલી ઉઠેલા રંગબેરંગી ફૂલો..., ફૂલોની આસપાસ ઉડતા રંગીન પતંગિયાઓ...., સોનેરી સૂર્ય તો રૂપેરી ચમકતો ચાંદ, હરીયાળી પાથરતા ઘટાદાર વૃક્ષો, જંગલમાં પાંખો ફેલાવી નાચતા મોર અને રંગબેરંગી પંખીઓનો કલરવ, આકાશમાં રચાતું મેઘધનુષ્ય દરેક જગ્યાએ રંગોની પીંછી ફરેલી છે. સાચે જ સૃષ્ટિના કણ-કણમાં રંગની રસધારા ભરી છે.

પ્રકૃતિનું આ સુંદર, મનોહારી અને લોભામણું રૂપ જોઈને હેયામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની હેલી ઉઠે છે. જયંત પાઠક કહે છે, "અજબ મિલાવત કરી ચિત્રકારે રંગ પ્યાલીઓ ભરી !” રંગો દુનિયાને ખુબ સુરત, નયનરમ્ય અને રમણીય બનાવે છે. જો રંગ ના હોય તો દુનિયા કેટલી બેરંગ, બદસુરત અને બિહામણી હોત! રંગ વગરના જીવનની કલ્પનાકરવી પણ મુશ્કેલ છે. રંગ વિના તો તહેવારોની ઉજવણી પર અધુરી છે.

દરેક રંગ અલગ અલગ લાગણી, મહત્વ અને ગુણ ધરાવે છે. જેમ કે સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે. લાલ રંગ શુભ અને ખુશી ઉત્સાહનુંપ્રતિક છે. લીલો રંગ ફળદ્રુપતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. વાદળી રંગ વિશાળતા અને અનન્તા દર્શાવે છે.

એવું કહેવાયછે કે દરેક રંગની એક અનોખી ભાષા હોય છે. એકપણ શબ્દ બોલ્યા વગર રંગો ઘણું બધું કહી જાય છે. દરેક રંગનું કાર્ય, ખાસિયત અલગ અલગ છે પરંતુ બધા રંગો ભેગા થાય તો જ રંગોળી કે મેઘધનુષ્ય બને છે.

કુદરતે આપેલ રંગોની અમુલ્યભેટ પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમજ બાળકોને રંગોનું મહત્વ સમજાવવા માટે અમારી શાળામાં ‘કલરવિક’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને પ્રાકૃતિક રંગોની ઓળખ કરાવી ત્યારબાદ વિવિધ વસ્તુઓ દ્વારા એક્ટીવીટી દ્વારા અને રમત રમાડી રંગોનું મહત્વ અને ઓળખ આપવામાં આવી. બાળકો પણ ખુબ જ ઉત્સાહથી વિવિધ ડે પ્રમાણે વસ્ત્રો પહેરીને આવતા.



327 views0 comments

Recent Posts

See All
bottom of page