gajeravidyabhavanguj
હરતા ફરતા ગણિત શીખીએ
વાંચન, લેખન અને ગણન એ બાળકના શિક્ષણની પાયાની બાબત છે, જેથી ભાષા અને ગણિત જેવા વિષયો પર શરૂઆતથી વધુ ભાર મુકવાની જરૂરિયાત ઉભી થાય છે. પ્રાથમિક શાળા કક્ષાએથી જ બાળકો ગણિત વિષયમાં રસ રૂચી કેળવે એ આજના સમય ણી માંગ છે. આપણે સૌ શિક્ષક મિત્રો વર્ગખંડમાં બાળકોને સારી રીતે ગણિત શીખવીએ છીએ. પરંતુ અહીં તો વાત છે વર્ગખંડ કાર્ય સિવાય હરતા ફરતા ગણિત શીખવાની! જોકે વાત સાવ સામાન્ય અને નાની લાગશે છતાં બાળકોની તાર્કિક શક્તિને પોષક અને ભવિષ્યમાં તેમના જીવન વ્યવહારમાં પણ કેટલીક ગાણિતિક બાબતો ઉપયોગી થાય પડે તેવી છે.ધોરણ ૩ થી ૭ માં ગણિત – ભૂમિતિ વિષયની કેટલીક પાયાની સંકલ્પનાઓ બાળકોમાં બરાબર સ્પષ્ટ હોતી નથી. તો ચાલો , તેના ઉકેલ રૂપે વર્ગખંડ સિવાય શાળાનું પર્યાવરણ તેમજ શાળામાં ઉપલબ્ધ ભૌતિક સાધનસામગ્રીનો શિક્ષણ પ્રક્રિયામાં પૂરક ઉપયોગ કરી ગણિત શિક્ષણની એક પછી એક કેટલીક બાબતો શીખીએ.
1. ચડતો – ઉતરતો ક્રમ શીખવવો :
બાળકોને ચડતો – ઉતરતો ક્રમ શીખવવાનો છે તો શાળામાં બાળકોને રમવા માટે લગભગ લપસણી હોય છે. તો પ્લાસ્ટિક કે પતરાના કટિંગ્સનો ઉપયોગ કરી તેના પર કલરથી જુદા-જુદા અંકો લખી અંક્તોરણ તૈયાર કરી લપસણીની એક બાજુ ચડતો ક્રમ અને બીજી બાજુ ઉતરતો ક્રમ દર્શાવી શકાય છે. આનાથી બાળકોને રમત સાથે ગણિત જ્ઞાન પ્રાપ્ત થશે. ચડતા ઉતરતા ક્રમની પાયાની સંકલ્પના સ્પષ્ટ થશે. જો શાળામાં લપસણી ન હોય તો વિકલ્પ તરીકે રેમ્પનો ઉપયોગ કરી ઉપર મુજબ અંક્તોરણ તૈયાર કરી રેમ્પની એક બાજુ ચડતો ક્રમ અને બીજી બાજુ ઉતરતો ક્રમ દર્શાવી શકાય છે.


3. ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું : વર્ગખંડનું તળિયું ચોરસ લાદી કે ટાઈલ્સથી તૈયાર કરેલ હોય તો તેના દ્વારા ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાની બાબત પણ પ્રાયોગિક રીતે સરળતાથી શીખવી શકાય. ઉ. દા. વર્ગખંડની લંબાઈ તરફ 90 લાદી છે. તો દીવાલને અડીને લંબાઈ તરફની 20 લાદીને કલરથી 1 થી 20 સુધીના નંબર આપી દેવા અને પહોળાઈ તરફ 16 લાદી છે તો દીવાલને અડીને પહોળાઈ તરફ એક નંબર છોડી 2 થી 16 સુધી કલર થી નંબર આપી દેવા.
4. હરતા ફરતા ગણિત શિક્ષણ ના ફાયદા :
Ø ગણિત પ્રત્યેનો વિદ્યાર્થીઓનો ખોટો હાવ દુર થશે અને વિષય પ્રત્યે અભિરુચિ કેળવે છે.
Ø શિક્ષક માટે વર્ગખંડ માં ગણિત શીખવવું સરળ બને છે.
Ø વર્ગના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેય છે.
Ø હરતા ફરતા ગણિત શિક્ષણનો જીવન વ્યવહાર સાથે અનુબંધ કેળવે છે.