top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સાહસ, સંવાદ અને સમર્પણનું સગપણ એટલે આપણું ગુજરાત


"ભારત માતાની કેડ એ બેઠેલું બાળક એટલે આપણું ગુજરાત"

"કૃષ્ણની દ્વારિકા ને સાચવીને બેઠેલું છું, હું નરસિંહના પ્રભાતિયાં થી પરિતૃપ્ત પ્રભાત છું, વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા, હું ગુજરાત છું.....!"

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાત. સમજદારી ભરી સમતા નું સરનામું એટલે ગુજરાત.

ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળા, મન મોજીલી અને ખમીરવંતી ગુજરાતી પ્રજા આ દરેકથી વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એ આપણું ગુજરાત.

"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"

ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. પ્રાચીન કાળમાં ગુજરાતને "પશ્ચિમ ભારત નું ઘરેણું" પણ કહેવાતું હતું કે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતે મહત્વનો ભાગ ભજવ્યો છે.

૧૯૪૭ માં ભારતને આઝાદી મળી ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યુ. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય, બૃહદ મુંબઈ ના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા ગુજરાતીઓ અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો વસવાટ કરતા હતા.

૧ મે ૧૯૬૦ થી મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. અને આમ, પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો.

ગુજરાત ભારતના સૌથી ધનિક અને વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતે બે મોટા નેતાઓની ભેટ આપેલ છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારતને આઝાદી અપાવી અને અખંડ ભારતની રચના કરી.

કળા અને કારીગરીનો ભવ્ય વારસો ગુજરાતે મેળવ્યો છે. શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઊભી કરી છે.

ગુજરાતે વિશ્વને અનેકવિવિધ સાહિત્યકરોની ભેટ આપી છે ગુજરાત તેના પારંપારિક સંગીત-નૃત્ય, તહેવારો, મેળાઓ અને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પ્રતિક છે.

ગુજરાતના ભવ્ય વારસા ની સમજ મેળવે તે હેતુથી અમારા બાલભવનમાં "ગુજરાત સ્થાપના દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ગુજરાતની પરંપરા, ભોજન, ફરવા લાયક સ્થળો, ઉત્સવો અને ગુજરાતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પ્રતિકૃતિ દ્વારા ઓળખ આપવામાં આવી હતી.

"ધન્ય ભૂમિ ગુજરાત ,ધન્ય ગીરા ગુજરાતી,

કૃષ્ણ ચરણ રજ પુનીત ધરા આ, ગાંધીગિરા ગુજરાતી."

ગુજરાતના સ્થાપના દિવસ ની આપ સૌને ગજેરા ટ્રસ્ટ તરફથી હાર્દિક શુભકામનાઓ.....


169 views0 comments
bottom of page