gajeravidyabhavanguj
સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા

આજરોજ તા.12-08-2022 ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી વચ્ચે સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝર ધારાબેન ગજેરા તથા કિશોરભાઈ જસાણીએ માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન સંસ્કૃત દિવસની ઉજવણીનાં ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ શ્રીમદ ભગવદ્દગીતા, સ્તોત્રકાવ્ય, પ્રાત:પ્રાર્થના વગેરે સાહિત્યના શ્લોકોનું ગાન કર્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 8 થી 12 ના 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું શાળાનાં શિક્ષક ઠેસિયા જમનાદાસ તથા વેજપરા રીનાબેનએ કર્યું હતું. સ્પર્ધાના અંતે બાળકોનો ઉત્સાહ વધે તે માટે જમનાદાસ સર સ્પર્ધાલક્ષી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.