gajeravidyabhavanguj
“સંસ્કૃત દિવસની ઉજવણી”

સંસ્કૃત પ્રાચીન ભાષા જે વિશ્વમાં બોલાતી બધી જ ભાષાઓની જનેતા આજે વિદેશમાં પણ રસપ્રદ રીતે બોલાતી ભાષાને આજે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વેગ આપી પ્રોત્સાહન આપ્યું છે. તેવા સંસ્કૃત દિવસની ઉજવણી સૌ પ્રથમ ભારતીય પરંપરા મુજબ શાળાના આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી ના વરદ હસ્તે દિપપ્રગટ્ય કરી ઈશ સ્તૃતિ બાદ “ઉજવાયે દેવવાણી ગીર્વાણગીરા સંસ્કૃત કાર્યક્રમ.” ગજેરા વિદ્યાભવનના આંગણે સંપૂર્ણ કાર્યક્રમની ધુરા શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા જ હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમની ઉજવણી ધ્વારા માત્ર સંસ્કૃત ભાષાનો જ પ્રયોગ થયેલો તેમજ વિવિધ પ્રાચીન વૈદિક વગેરે. મંત્રગાન સ્પર્ધા રહી સાથે સાથે સંસ્કૃત સ્પીચ, સંસ્કૃત નાટક વગેરે સ્પર્ધાઓની સાથે શિક્ષકો ધ્વારા પણ વિવિધ શ્લોકગાન કરવામાં આવ્યા. આમ, નાટ્યહોલને સંસ્કૃત ભાષાથી ગજાવી દઈ પવિત્ર વાતાવરણ ઉદ્ભવ્યું હતું. જેમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે અર્થે ક્રમાંકો પણ આપેલ જેમાં ધો-9/D ની વિદ્યાર્થીની પટેલ આર્યા જેણે ભારતદેશ વિષે સંસ્કૃતમાં પોતાની સ્પીચ રજૂ કરી હતી. ત્યારબાદ સંસ્કૃતનું મહત્વ રજૂ કરનાર કોટડીયા તિથીનો બોજોક્રમ રહ્યો. જસાણી ધ્રુવે મહાભારતના શ્લોક્ગાનનું સુંદર રસપાન કરાવી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ પાલડીયા અવનીએ સુભાષિતો રૂપ ફૂલોની સૌરભ ફેલાવી તૃતીય ક્રમ જ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્ય ક્રમમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓમાં પનસાળા પૃથ્વીએ શિવતાંડવ સ્તોત્રગાઈ વાતાવરણમાં પલટો લાવી પ્રથમક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મોણપરા જેન્સી કે જણે શ્રી કૃષ્ણાષ્ટક મેં સ્તોત્રનું મધુર રસપાન કરાવી શ્રી કૃષ્ણની જીવંતમૂર્તિ પ્રતિપાદિત કરી હતી. તેમજ કેટલાક શાળાના ઉત્સાહી બાળકો ધ્વારા સ્તોત્ર, મંત્ર કે સ્પીચને અનુરૂપ પાત્ર નિરૂપણ કરી વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ, વેદવાણીનું ગૌરવ વધારવા અર્થે કાર્યક્રમને ખુબ સારો દેખાવ આપ્યો હતો.