top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સ્વાતંત્ર્ય દિવસ - 15મી ઓગષ્ટ


સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગષ્ટના પૂરા દેશમાં મનાવવામાં આવે છે. ઈ.સ.1947 ના વર્ષમાં 15મી ઓગષ્ટના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો હતો. આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા આપણે હાંસલ કરી કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

15મી ઓગષ્ટના દિવસને ભારત ભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. શાળાઓમાં અને સરકારી કચેરીમાં આ દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે તથા જુદા-જુદા દેશપ્રેમને લાગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન પણ લાલ કિલ્લા પરથી તિરંગો ધ્વજ ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે.

આઝાદીના 75 માં વર્ષને ઐતિહાસિક બનાવવા માટે આ વર્ષ આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન હેઠળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આપણે પણ આઝાદીના આ પર્વની ઉજવણી કરીને દેશના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ અને આ ઉમદા કાર્યમાં સહભાગી થઈએ.

ગજેરા વિદ્યાભવનમાં પણ દર વર્ષે 15મી ઓગષ્ટની શાનદાર ઉજવણી આદરણીય ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ તથા મહેમાનશ્રી મિતેશ ભગત, લોટરીયન્સ ક્લબના સભ્ય ડૉ.આર.એમ.પટેલ તથા P.I.સાહેબશ્રી બી.કે.ઝાલા તથા એસ.પી.ડાભી પધાર્યા હતા તથા આચાર્યશ્રીઓના માર્ગદર્શન હેઠળ 15મી ઓગષ્ટ ઉજવવામાં આવી હતી. જેમાં આચાયૅશ્રી અને ડીન ડૉ.આર.એમ.પટેલ સાહેબએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાથે સંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તથા શાળાના જ બાળકો ધ્વારા એક્ટીંગ કરવામાં આવ્યું હતું. ગજેરા પરિવાર તરફથી તમામ વાલીશ્રી, કર્મચારીગણ વગેરેને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ.

128 views0 comments
bottom of page