top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“સ્વસ્થ માઁ, સ્વસ્થ પરિવાર”

"સારુ સ્વાસ્થ્ય જ સાચી મૂડી"

આપણું સારુ સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી છે. જે આપણને નિરોગી તન અને જીવનની દરેક કસોટીઓ ને પાર કરી શકે તેવું મન આપી શકે છે.

સમાજના એકમરૂપ પ્રત્યેક માણસના જન્મથી લઈ તેના યોગ્ય વિકાસ માટે સ્ત્રી જવાબદાર છે. તંદુરસ્ત માતાઓનું કુટુંબ પણ તંદુરસ્ત હોય છે.

"જાગ્યા ત્યાંથી સવાર" આ કહેવત અનુસાર કોઈપણ વયે પ્રત્યેક સ્ત્રી એ સ્વયંના સ્વાસ્થ્યનું મૂલ્ય જાણી-સમજી પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. કુદરતે બક્ષેલી સંવેદનશીલતા માતૃત્વ અને બીજી અનેક બાબતોની જવાબદારી ઉપાડવાની ક્ષમતા ધરાવતી સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યની અવગણના ન કરવી.

માતૃ દિવસ નિમિત્તે અમારા બાલભવનમાં માતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને “સ્વસ્થ માઁ, સ્વસ્થ પરિવાર” હેઠળ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સ્પીકર ડૉ.આફરીન જસાણી જેઓ

Diagnosing the pain originating structure માં માસ્ટર્સ કર્યું છે. જે સહયોગ ફીઝીયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના ઓનર તેમજ ફાઉન્ડર છે. તેઓએ મહિલા આરોગ્ય અંગે ખૂબ જ સુંદર માહિતી આપી હતી સાથે જ તેમણે ડાયટ ફુડ, ફિટનેસ અને ફીઝીકલ એક્ટિવિટી અંગે પણ ખુબ જ સરસ ટિપ્સ આપી હતી.

આ વેબિનારમાં મોટી સંખ્યામાં વાલીશ્રી(માતાઓ) જોડાયા હતા.વાલીશ્રીએ સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો પૂછીને નિરાકરણ મેળવ્યું હતું.

89 views0 comments

Recent Posts

See All
bottom of page