top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધા


સુનિતા મેકર્સ ડે વર્ષ 2021 અંતર્ગત ઉજવણીનાં ભાગરૂપે શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન મા. & ઉ.મા. વિભાગની પ્રકૃતિ વિષયક સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધો-8 થી 12 નાં કુલ 34 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સ્વામિ વિવેકાનંદન બી.એડ.કોલેજનાં પ્રધ્યાપકશ્રી વલ્લભભાઈ ખંટે અને શ્રીમતી એચ. જે. ગજેરા વિદ્યાભવનનાં શિક્ષિકા જીજ્ઞાસાબેન પટેલ ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ વૃક્ષ, ગમતુ ફૂલ, માનવજીવન અને પ્રકૃતિ જેવા પ્રકૃતિ વિષયક સ્વરચિત કાવ્યનું ખુબ જ સુંદર રીતે ઉત્સાહથી પઠન કર્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા સ્પર્ધાના નિર્ણાયકશ્રી વલ્લભભાઈ ખંટે વિદ્યાર્થીઓને આદર્શ કાવ્યપઠન કેવી રીતે કરી શકાય? તેના વિશે માહિતી આપી હતી. શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીએ વિદ્યાર્થીઓને પ્રકૃતિનાં સંરક્ષણ, સંવર્ધન માટે પ્રેરણા પૂરી પાડી હતી તથા શાળાને પણ પ્રકૃતિમય બનાવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ ધો-10/C ની વિદ્યાર્થીની મેનપરા જેન્સી, દ્વિતીય ક્રમે ધો-10/B ની વિદ્યાર્થીની મોઘરીયા હેમાલી તથા તૃતીય ક્રમ ધો-10/C ની વિદ્યાર્થીની લુખી દિયાએ પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાનાં શિક્ષક હેમંતભાઈ પરમાર તથા ભરતભાઈ પરમારે સ્વરચિત કાવ્ય અને ગઝલ રજુ કરી હતી તથા શાળાનાં શિક્ષિકા શીલાબેન ખાંટે કાર્યક્રમ સાથે જોડાયેલ દરેક શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, નિર્ણાયકગણનો હ્રદયથી આભાર માન્યો હતો. અંતે શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીએ નિર્ણાયકોને સ્મૃતિભેટે અર્પણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

264 views0 comments
bottom of page