gajeravidyabhavanguj
સ્વતંત્રતાની પ્રેરણાનો અમૃત
“આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને
જેમનાં નસીબમાં એ મુકામ આવે છે
ખુશ નસીબ હોય છે એ લોહી
જે દેશના કામ આવે છે"
15મી ઓગસ્ટએ આપણા દેશ માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. આપણે આ દિવસને સ્વાતંત્ર્યદિન તરીકે પણ ઉજવીએ છીએ, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15 મી ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણે કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે. આપણે ક્યારેય આ દેવું થી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ જે જરૂરી છે કે આપણે તેમના દ્વારા સંચાલિત આ સ્વતંત્રતા જાળવીશું.
તો આવા શહીદ ક્રાંતિવીરોની યાદમાં આજે શ્રીમતી.એસ.એચ.ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૩ અને ૪ માં બાળકો ૭૫ આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ક્રાંતિકારીઓની સ્પીચ તથા ધોરણ ૧ અને ૨ માં રાષ્ટ્રીય પ્રતીકો ની સમજુતી ખૂબ જ સારી રીતે આપી.
રાષ્ટ્રની ઓળખ રાષ્ટ્રના પ્રતીકો અને તેના નાગરિકો દ્વારા નક્કી થાય છે. દેશના રાષ્ટ્રીય પ્રતીક નો પોતાનો ઇતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા છે.
આ ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારત દેશના ક્રાંતિકારીઓ તથા રાષ્ટ્રીય પ્રતીકો વિશેની જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.
“कफन तो हर एक के नसीब में है|
जो तिरंगे में लिपटे वह खुशनसीब है |”
जय हिंद