top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સેલ્ફ ડિફેન્સ અને સલામતી માટેનો સેમીનાર...



ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજ રોજ એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત અને સુરત શહેરમાં વધી રહેલાં ગુનાહિત પ્રવૃતિઓને ધ્યાને રાખીને શાળાની દીકરીઓને કેવી રીતે રાખવી તે અંગે પ્રેક્ટીકલ ટ્રેનિંગ પૂરી પાડી હતી આ સેમીનાર કતારગામ પોલીસ સ્ટેશનનાં ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી પી.એલ.મલ, મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી આર.આર.આહિર, કતારગામ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.શ્રી બી.ડી.ગોહિલ, કતારગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.ડાભી, સલાબતપુરાપોલીસ સ્ટેશનનાં ઓફિસર વૈશાલીબેન દેવરે તથા ઇન્ટરનેશનલ પ્લેયર કરાટે કોચ અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અક્લેશ બાવરીયા અને વેદાંત રાવલ તથા શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેમીનારમાં આ બંને ટ્રેનર મિત્રો ધ્વારા પ્રેક્ટીકલ કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરી શકાય અને પોતાનો ડર દૂર કરી કોન્ફીડન્સ કેવી રીતે લાવી શકાય તે અંગેનું પ્રેક્ટીકલ જ્ઞાન પુરું પાડ્યું હતું. સાથે-સાથે અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રીએ પણ બાળકોને પોતાની સલામતી કેવી રીતે રાખવી અને ગુનાહિત લોકોથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ પણ બાળકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તથા આ અંગે બાળકોને એક અઠવાડિયાની ટ્રેનિંગ મળી રહે તે અંગેની પણ વ્યવસ્થા કરવા કતારગામ પોલીસસ્ટેશનને જણાવ્યું છે જેમાં શાળા પુરતો સાથ-સહકાર આપશે.

આમ, આ સેમીનાર તાજેતરમાં જે બનાવો બની રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને ખૂબ જ જરૂરી હતો અને ખૂબ જ અસરકારક રીતે થયો તે માટે શાળા પરિવાર તમામ પોલીસ અધિકારીશ્રીઓ, ટ્રેનરો અને કતારગામ પોલીસ સ્ટેશનનો આભાર મને છે.

223 views0 comments
bottom of page