gajeravidyabhavanguj
સુલેખન સ્પર્ધા
Updated: Jul 6, 2021
"ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે."

અક્ષર એ માનવીનો અરીસો છે.અક્ષર પરથી વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ થઇ શકે છે. અક્ષરના મરોડના આધારે વ્યક્તિની હકારાત્મક અથવા નકારાત્મક છાપ ઉભી થાય છે. અક્ષરનું માનવીના જીવનમાં ઘણું મહત્વ હોય છે. તેથી નાનપણથી જ આપણે બાળકને અક્ષર બાબતે ટકોર કરતા હોઈએ છીએ. અક્ષર ખરાબ હોય ત્યારે જો લખ્યું કાંઈ હોય અને સમજાય બીજું તો અર્થનો અનર્થ થઈ જાય છે. અક્ષર એ જ્ઞાનનું ઘરેણું છે.જો અક્ષર ખરાબ હોય તો નાનપણમાં તો નહીં પણ મોટા થઈને લઘુતાગ્રંથી થી પીડાય તેવા ઉદાહરણ આપણને આપણા સમાજમાં જોવા મળે છે.
કુમળા છોડને વાળે તેમ વળે તેથી બાળકને નાનપણથી સારા અક્ષરે લખવાની ટેવ પાડવી જોઈએ.બાળકો સારા અક્ષરે લખે તે માટે શાળા અને ઘરેથી પણ સતત ટકોર નહીં પણ પ્રોત્સાહન આપવું.
અક્ષર સુધારાને અનુરૂપ સુલેખન સ્પર્ધા બાળકોને સારા અક્ષર કાઢવા પ્રેરે છે તેથી તા.5-7-21 સ્ટુડન્ટ ડે રાખી શાળા ગજેરા વિદ્યાભવન માં ધોરણ-1 થી 4 માં ઓનલાઈન સુલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તેમાં 119 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સ્પર્ધા ઓનલાઈન હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને ખૂબ જ સરસ પોતાનામાં રહેલી કળાને બહાર લાવ્યા હતા.જેમાં ધો-1 થી 3 માં ગુજરાતી અને ધોરણ-૪ માં હિન્દી વિષય પર સુલેખન સ્પર્ધા રાખવામાં આવી હતી. ગજેરા શાળા પરિવાર વતી ભાગ લીધેલ તમામ બાળકોને સુલેખન સ્પર્ધા ની શુભકામના પાઠવવામાં આવી હતી.