top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સૂર્યનું મકરરાશિ તરફ થતું પ્રયાણ એટલે મકરસંક્રાંતિ.

"કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં,

ઉરે ઉત્તરાયણ ઉમંગ, વન વન પલટયા પવન,

ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં,

કોણ લહેરાતું આ વાયરના વ્હાલમાં.."

દરેક તહેવારની પાછળ અનેક રહસ્ય છુપાયેલા હોય છે. જેમ કે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ્ય અને આયુર્વેદ થી જોડાયેલી દરેક બાબત.

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણની સાથે જોડવામાં આવ્યો છે.ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારોમાંનો એક છે.

આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. અલગ-અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. પંજાબ-હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ તેમજ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે.

"મસ્ત થઈ ઝુમતી હરે પતંગ,

વહોને વાયરા ધીરે, મારે ઉડવું ગગન,

મકરસંક્રાંતિનો પાવન છે પર્વ,

પ્રકૃતિ પ્રેમ દોરે, મારે બાંધવું બંધન"

૧૪ જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણ એટલે ‘પતંગોનો મહોત્સવ’ આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે. પણ પતંગનો ઈતિહાસ ખુબ જુનો છે. કહેવાય છે કે ઉત્તરાયણની શરૂઆત આશરે ૩૦૦૦ વર્ષ પહેલા થયેલી. પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે કરાઈ હતી પરંતુ અત્યારના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે.

"ઉત્તરાયણ માત્ર આનંદ નહિ પરંતુ પુણ્યનું ભાથું બાંધી લેવાનો અનોખો અવસર છે.”

આ દિવસે ભગવાન સુર્યની ઉપાસના કરવામાં આવે છે. તેની સાથે જ મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. પણ આજે માનવીની હરીફાઈ કરવાની ઘેલછા બે જુબાન પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થાય છે. ચાઈનીસ, સેન્થેટીક, કાચના માંજા વાળી દોરીથી પક્ષીઓની પાંખ અને માણસોના ગળા પણ કપાય છે.

તહેવારની નિર્દોષતા જળવાય અને બાળકો સાવધાની પૂર્વક તહેવારની મજા માણી શકે તે હેતુથી અમારી શાળામાં વર્ચ્ચુઅલ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એકટીવીટીના ભાગરૂપે બાળકોને બલુન ડેકોરેશન શીખવાડવામાં આવ્યું હતું.

બાળકોને ઉત્તરાયણના તહેવારની સમજ તેમજ વિવિધ રાજ્યોમાં થતી ઉજવણીના સમજ આપી હતી.

'આપણી મજા ન બને કોઈની સજા.'

ઉત્તરાયણના પવિત્ર પર્વમાં મૂંગા પક્ષીઓને થતી ઈજા અને તેના રક્ષણ માટે શું પગલાં લેવા તેની સમજ નાટયકૃતિ દ્વારા આપી હતી.

તેની સાથે જ બાળકોએ ડાન્સ કરી પોતાના મિત્રો સાથે લાડુ અને ચીકી ખાવાની મજા માણી હતી.

આશાના આકાશમાં વિશ્વાસની દોર રહે, આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામનાઓ.

174 views0 comments
bottom of page