gajeravidyabhavanguj
સુંદર અક્ષર હાથનું ઘરેણું છે- સુલેખન સ્પર્ધા

મનોવિજ્ઞાન કહે છે, તેમ પ્રતિભા વિકાસનો સાચો સમય બાળપણ અને તેમાંય ૩ થી ૫ વર્ષની વય છે. આ ઉંમરે બાળકના કાને પડતો શબ્દે-શબ્દ અને તેના કર-કમળોથી ઘૂંટાતો અક્ષરે-અક્ષર રંગ લાવે છે.

અક્ષર એ વ્યક્તિના જીવનનું અને તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષરો જોઈને એ કે એ વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન લગાવી શકાય છે.
માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેના અક્ષરો સુંદર અને સુવાચ્ય ન હોય તો તે કોઈને પ્રભાવિત કરી શકતો નથી. અભ્યાસની સર્વ બાજુ આપણી ઉત્તમ હશે પણ અક્ષરો સુંદર નહીં હોય તો તે આપણી સર્વ સિદ્ધિઓને ઢાંકી દેશે.

સારા, સુઘડ, સુવાચ્ય, મરોડદાર અને સ્વચ્છ અક્ષર પ્રતિભાશાળી વ્યક્તિત્વનો અરીસો છે. સુંદર લેખન માટે ગાંધીજી નો વિચાર છે કે 'ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે' અને 'સુંદર અક્ષરે વિદ્યાની દેવી મા શારદા નું આવશ્યક અંગ છે' તેની આપણે ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ.
બાલ્યાવસ્થાથી જ કેટલીક ખરાબ ટેવો બાળકોમાં પડે પછી મોટી ઉંમરે તેમાં સુધારો લાવવાનો અશક્ય નથી, પરંતુ મુશ્કેલ છે. માટે સુંદર અને મરોડદાર અક્ષર ની શરૂઆત બાલ્યકાળથી જ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.

સારા અક્ષર એ માત્ર અભ્યાસનો જ નહીં જીવનનો પણ મહત્વનો ભાગ છે. સારા અક્ષરે માણસના અભ્યાસ અને લેખનની સુંદરતામાં વધારો કરે છે.
બાળકોને સારા અક્ષરનું મહત્વ સમજાય અને તેમને સુંદર અને સુઘડ અક્ષરો માટે પ્રોત્સાહન મળે એ માટે અમારા બાલભવનમાં સુલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસ્તુત છે તેની ઝાંખી.