gajeravidyabhavanguj
‘સંગીત જીવનની સંજીવની’
મ્યુઝિક દુઃખી વ્યક્તિને ખુશ કરી શકે છે, અને આંખોને અશ્રુભીની પણ કરી શકે છે. સંગીતની વાત આવે ત્યારે આપણા પ્રાચીન સંગીતકાર તાનસેન કેમ ભુલાય, જેમણે સંગીતના જુદા-જુદા રાગની શક્તિનો પરિચય દુનિયાને આપ્યો. તો ચાલો આજે સંગીતના ઇતિહાસ વિશે જાણીએ સંગીત દરેક વ્યક્તિ સુધી પહોંચે તેમાટે સંગીત પ્રેમીઓ સંગીતના જુદા જુદા કાર્યક્રમ કરતા. આમાટે એક ખાસ દિવસ પસંદ થયો અને તે છે ૨૧ જુન૧૯૮૨માં ફ્રાન્સ દેશના લોકોએ આ દિવસને વર્લ્ડ મ્યુઝિક ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી. જે સૌપ્રથમ ફ્રાન્સના la fete-de la musique થી થઇ હતી.
મ્યુઝિક થેરેપી રોગોમાં દવાની સાથે આપવાથી રોગ ઝડપથી મટી શકે છે, તેવું સંશોધન થયું ત્યારબાદ ઘણી હોસ્પિટલોમાં મ્યુઝિક થેરેપી અપાય છે. સંગીતની અસર માનવી, પશુ, પક્ષી, વનસ્પતિ પર પણ પડે છે. સંગીત વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ ખુબ સારી રીતે થાય છે. આ સાબિતી આપણા વૈજ્ઞાનિક ડોક્ટર જગદીશચંદ્ર બોઝે આપી હતી.
દૈવી સંસ્કૃતિમાં પણ સંગીતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સંગીત વ્યક્તિના સ્વભાવને પણ દર્શાવે છે.
સંગીત પોતે જ એક ભાષા છે. જેને જાતિ કે જ્ઞાતિનો કોઈ ભેદભાવ નડતો નથી. ભલે સંસ્કૃતિ અલગ હોય, પણ સંગીત તો એકજ છે. સંગીતને ભાષાની જનની કહેવામાં પણ કોઇ અતિશયોક્તી નથી.
તારીખ ૨૧/૦૬/૨૦૨૨ ને મંગળવારે મ્યુઝીક ડે નિમિત્તે સંગીત શિક્ષક દ્વારા બાળકો ને અલગ અલગ મ્યુઝીકલ ઇનસ્ટયુમેન્ટ ની ઓળખ આપવામાં આવી હતી.
Where words fail,
Music Speaks…..