gajeravidyabhavanguj
સંખ્યાની ગમ્મત
ગણિત વિષય પ્રત્યે બાળકોની રુચિ વધે તેમજ બાળકોનો માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ગજેરા વિદ્યાભવન, પ્રાથમિક વિભાગ, કતારગામમાં ધોરણ - 3 માં ગણિત વિષયમાં પ્રકરણ - 10. ભાત (પેટર્ન) ની રમતમાં એકી - બેકી સંખ્યા વિશે સરળતાથી જાણકારી મેળવે તે હેતુથી વિદ્યાર્થીઓને એક પ્રવૃત્તિ કરાવી હતી. આ પ્રવૃત્તિમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ અલગ અલગ વસ્તુઓ જેવી કે ફૂલ, રંગીન પથ્થર, પિસ્તાના કોચલા, બટન વગેરે દ્વારા જૂથ બનાવી એકી - બેકી સંખ્યાની ખૂબ જ સારી રીતે સમજ મેળવી હતી.વિદ્યાર્થીઓને કેટલીક સંખ્યાઓ આપવામાં આવી હતી તે સંખ્યાઓ એકી છે કે બેકી તેનું વર્ગીકરણ વિદ્યાર્થીઓએ જાતે રમતાં રમતાં કર્યું હતું.
શિક્ષક દ્વારા સંખ્યા આપવામાં આવી હતી તે રીતે બાળકોએ અલગ - અલગ વસ્તુઓ ના પોતાની આવડત મુજબ જૂથ બનાવ્યા હતા,તે સંખ્યા એકી છે કે બેકી તે નક્કી કર્યું હતું.