gajeravidyabhavanguj
સાંકેતિક ભાષાનું મહત્વ
Updated: Jan 8, 2022
વાણી એ વિચારોને આપલે કરવા માટેનો સૌથી સરળ સાધન ગણાય છે.પૃથ્વી પર ઘણી ભાષાઓ બોલાય છે. તેમાંની આપણને અમુક જ ભાષા આવડતી હોય છે, જ્યારે મોટાભાગની ભાષાની સમજ આપણને હોતી નથી. જો આપણને બીજા રાજ્ય ની ભાષા આવડતી ન હોય અને એવા રાજ્યમાં જ્યારે ફરવા જવાનું થાય ત્યારે આપણને ત્યાંના લોકો સાથે વાત કરવામાં તકલીફ પડે છે, તે સમયે એક માત્ર ઉપાય છે સાઈન લેન્ગવેજ નો. તેવી જ રીતે જે વ્યક્તિઓ બિલકુલ બોલી શકતા નથી. તેવી વ્યક્તિ સાઇન લીપી દ્વારા પોતાના વિચારો રજૂ કરે છે આ લિપિમાં હાથનો આંગળીનો ચહેરાનો હાવભાવ નો વધુ ઉપયોગ થાય છે.
"કરુલકર પ્રતિષ્ઠાન" ની સ્થાપના ઇ.સ. 1969 માં મહારાષ્ટ્રમાં થઈ હતી. આ સંસ્થા જે વ્યક્તિઓ બોલી નથી શકતા એટલે કે મૂકબધિર છે તેવી વ્યક્તિઓને "સાઈન લીપી" શીખવે છે. જેથી તેઓ સમાજમાં પોતાના વિચારો રજૂ કરી શકે પોતાના મનની વાત લિપિ દ્વારા જણાવી શકે. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આ ભાષા તો મૂકબધિર માટે છે. પણ એ સત્ય નથી. આ ભાષાની જાણકારી દરેક વ્યક્તિને હોવી જરૂરી છે આ ભાષાની જાણકારીથી મુકબધિર વ્યક્તિઓ જોડે સરળતાથી સંવાદ કરી આત્મીયતા કેળવી શકાય છે અને આવી વ્યક્તિ જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે તેમની મદદ પણ કરી શકીએ તે હેતુથી "કરુલકર પ્રતિષ્ઠાન" દ્વારા વર્કશોપનું આયોજન ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-6 અને 7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કુ.સાંભાવી મેડમ, ક્લેફર્ટભાઈ અને દેવાંગભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રીટીંગ,આલ્ફાબેટ,નંબર,વાર, મહિનાઓના નામ, લોકેશન વગેરે શીખવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાઇન દ્વારા પોતાના નામ તથા લોકેશન કેવી રીતે સમજાવાય તે બતાવ્યું હતું. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ લીપી શીખી હતી.