gajeravidyabhavanguj
સિ.કેજી.ના બાળકોનો વર્ચ્યુઅલ વિદાય સમારોહ

“તુમ બનો ચાંદ તારે યે દુઆ હૈ મેરી,
હે તુમ્હારે લિયે ખુલ્લા આસમા.....,
બનકે દર્પણ દિખાયેંગે રાહ તુમ્હે,
મેરી ડાટો સે નારાજ હોના નહી,
કુછ ભી મિલતા નહિ યહા થક હાર કર,
માયુસ કભી ભી હોના નહી .........
તુમ બનો ચાંદ તારે યે દુઆ હે મેરી........”
મમ્મી-પપ્પાની આંગળી પકડીને અમારા બાલભવનમાં પા...પા... પગલી પાડનાર અમારા નાના બાળકો સાથે હસતા-રમતા અને ઓનલાઈન ક્લાસમાં ભણતા વર્ષ ક્યાં પસાર થઈ ગયું એની ખબર જ ન પડી.
આજે અમારા સિ.કેજી ના બાળકો પ્રગતિના પંથ પર આગળ વધી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે અમારા બાલભવનની યાદો એમના માનસ પટ પર સદાયને માટે અંકિત રહે એ માટે આજે અમારા

બાલભવનમાં સિ.કેજી ના બાળકો માટે વર્ચ્યુઅલ ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોએ બાળકોના સન્માનમાં વિદાય ગીત રજુ કર્યું. બાળકોએ પોતાના મિત્રો સાથે ઓનલાઇન વર્ગમાં નાસ્તાની અને ડાન્સની મજા માણી.

અમારા બાળકો આવા જ સફળતાના શિખરેા હર હંમેશ સોપાન કરતા રહે તેવી અમારા આચાર્ય શ્રી તેમજ સમગ્ર ગજેરા પરિવાર તરફથી શુભેચ્છાઓ.