top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સલામતી નો રસ્તો સરવાળે સસ્તો....



અકસ્માત એ કુદરતની દેણ નથી, આપણી ભૂલનું પરિણામ છે. શહેરમાં વસ્તી અને વાહનોની વધી રહેલી સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિગત બની રહી છે સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ તે નિયમોને ન અનુસરવાની ભૂલ વાહન ચાલકો કરે છે ત્યારે ફરજ પરના જવાન અટકાવીને સમજાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભૂલ સ્વીકારવાના બદલે તેની સાથે ઘર્ષણમાં ઉતરે છે અને અનેક વખત અનિચ્છનીય ઘટનાઓ પ્રકાશમાં આવે છે.તેથી ટ્રાફિક અવેરનેસ માટે અને ટ્રાફિક નિયમોની માહિતી આપવા માટે આપણી શાળા દ્વારા આમંત્રિત ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ. સી. ગોહીલ સાહેબે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સચોટ માહિતી આપી.જેવી કે વાહન રોંગ સાઈડમાં ચલાવવું નહીં. હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું. સીલ બેલ્ટ પહેરવું. લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવું નહિ.કોઈપણ પ્રકારના નશા કાર્ય વિના ડ્રાઈવિંગ કરવું .

બધી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વાલીશ્રીઓને પણ આ નિયમોને પાલન કરવાની સમજ આપશે, આથી ટ્રાફિક નિયમન પ્રત્યે સજાગ રહીને આપણો ફાળો આપી શકીશું.

આમ ગજેરા શાળા પરિવાર તરફથી ટ્રાફિક નિયમનના અધિકારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પ્રાથમિકતાથી જ ટ્રાફિક નિયમન અંગે સજાક બને તેવા પ્રયાસ કરીને તેમને જાગૃત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.


નસીબ બચાવે કોઈક વાર,

સુરક્ષા બચાવે વારંવાર.

સડક સુરક્ષા કે નિયમોકા કરો સન્માન દુર્ઘટના ઓમે ન ગવાઓ અપની જાન

455 views0 comments

Recent Posts

See All
bottom of page