gajeravidyabhavanguj
‘સરદાર પટેલ’ આંતરશાળા વકતૃત્વ સ્પર્ધા

૩1મી ઓક્ટોબર એટલે સરદાર પટેલ જયંતિ. તા.29/10/’21 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે બ્રિલીયન્ટ હાઇસ્કૂલ’ ડભોલી ખાતે એક આંતરશાળા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં કુલ 15 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ માધ્યમિક વિભાગમાંથી ધો-8 અને 9 ના કુલ 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પલડીયા અવની વિજયભાઈ (ધો.9/A) દ્રિતીય ક્રમ અને ગાબાણી આરવ રોહિતભાઈ (ધો.8/A) એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગજેરા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું હતું. શાળાના ગુજરાતી વિષયના મદદનીશ શિક્ષક ભરતભાઈ પરમાર અને હેમંતભાઈ પરમારે સ્પર્ધાના કુલ 15 નિર્ણાયકો માં એમણે નિર્ણાયક ની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને સ્મૃતીભેટ તથા નીર્ણાયકશ્રી ને ‘સરદાર’ની પ્રતિમા વળી ટ્રોફી આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું.