top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સમય અને શિક્ષાનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને સફળ બનાવે છે

`Don’t stress Do your best´

Covid-19 ની પરિસ્થિતિ માટે એક વર્ષ પૂર્ણ કરી બીજું વર્ષ પણ આ મહામારી અસરગ્રસ્ત છે તો તેની વચ્ચે આપણે સૌ અને તેમાં નાનકડા વિદ્યાર્થીઓ પણ બાકાત નથી વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહાન કાર્ય ની વચ્ચે June 2020 -21 થી શરૂ કરેલું પ્રથમ સત્ર પૂર્ણતાને આરે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને સચોટ મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે અને તે છે પરીક્ષા.

પરીક્ષા એટલે યથાર્થ સમયે શીખેલું પૂછવામાં આવે અને યોગ્ય સમયે સાચો જવાબ આપી શકો તો પાસ નહીં તો નાપાસ. અત્યારે દરેક ક્ષેત્રમાં પરીક્ષાનો માહોલ આવી રહ્યો છે તો આપણે પણ આ પરીક્ષાને એ જ્ઞાનના ઉત્સવ તરીકે વધાવીને પ્રફુલ્લિત મને પરીક્ષા આપી આપણા પોતાનું સ્વમૂલ્યાંકન કરાવીએ. પરીક્ષા હોય તો બાળક આગળ વધી શકે છે પરીક્ષા વિનાનું વિદ્યાર્થી જીવન એટલે લક્ષ્ય વિનાનું ધ્યેય.


શિક્ષણ પ્રત્યે વધતુ જતુ દબાણ અને સ્પર્ધાના કારણે શિક્ષણમાં બાળકોના રસને સતત ઘટાડી રહ્યું છે છે બાળકોને શિક્ષણ પ્રત્યે નીરસ બનાવી રહી છે તો આ પરીક્ષા ને જ્ઞાનોત્સવ માનીને બાળકોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઘણીવાર મોટેરા જ બાળકોને શિક્ષણ પ્રત્યેનો ભય મનમાં ઘર કરાવે છે તો તે દૂર કરવો જોઈએ.આમ વિદ્યાર્થીઓનું ઘડતર પરીક્ષા રૂપી ઈંટ ના પાયાથી જ થાય છે.

“ પરીક્ષા આપણને ઘડવા માટે હોય છે,

તે આપણને સાધારણ પુરવાર કરવા માટે નથી હોતી”


પરીક્ષા એ આપણા અંદર રહેલા સામર્થ્યને ઓળખવાની સાથેક શક્તિ છે અને તેના દ્વારા જ આપણને કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે એટલે કે પરીક્ષા એ પ્રેરણા મેળવવાનો સાચો માર્ગ છે તેને અવસર માનીને સ્વીકારીએ તો પ્રગતિ અને વિકાસની નક્કી જ છે.આ હેતુને ધ્યાનમાં લઈને ગજેરા વિદ્યાભવન માં ધોરણ 1 થી 7 ના બાળકો પણ પરીક્ષાના ઉત્સવને ખૂબ

જ હર્ષોલ્લાસથી વધાવી ને પરીક્ષા આપી રહ્યા છે ધોરણ 1 થી 5 ના બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવતા હતા. તે અત્યારે ઘરે થી ઓનલાઇન પરીક્ષા આપશે અને જ્યારે ધોરણ 6થી 7ના વિદ્યાર્થીઓ શાળાએ આવી ને ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પોતાનું પારદર્શક અને સચોટ મૂલ્યાંકન શાળાએ આવી ને કરાવશે. ગત એક વર્ષ આખું ઓનલાઇન ભણ્યા બસ હવે ધોરણ 6 થી 7 ના વિદ્યાર્થીઓ ના વર્ગો શરૂ થતા તેઓ ઓફલાઈન પરીક્ષા આપવા આવી ગયા ત્યારે તેમનામાં મનમાં એક અનેરો ઉત્સાહ,આનંદ,સંતોષ અને એક પ્રકારની તાજગી જોવા મળી હતી.વિદ્યાર્થીઓને અનેરો ઉત્સાહ જોતા જાણે ખરેખર સ્વમુલ્યાંકન માટે નો કિમતી તક મળી હોય તેમ પ્રફુલ્લિત વાતાવરણ દેખાતું હતું.

આમ પરીક્ષાઓ જ આપણને ભવિષ્ય સામે લડવાની ક્ષમતા આપે છે અર્થાત પરીક્ષાઓ આપણા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેને સ્વીકારવી જોઈએ અને તેને કોસવાથી આપણે આપણું જ નુકસાન કરી રહ્યા છે. કારણ કે આપણને પરીક્ષાઓ સતત આગળ વધારવા માટે મદદરૂપ થાય છે વાસ્તવમાં આપણે આપણી કોઈપણ સ્થિતિથી દૂર ભાગી ને આપણું જ નુકસાન કરતા હોઈએ છે.

ઘણીવાર પરીક્ષાના ભયથી વિદ્યાર્થીઓ જીવવાનું છોડી દે છે હતાશ બની જાય છે તો આવું ન કરતા તેની સામે કેળવતાં શીખવું જોઈએ અને હકારાત્મક વલણ અપનાવીને પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષા માત્ર અભ્યાસમાં જ નથી હોતી પરંતુ જીવનમાં ડગલે ને પગલે આવતી હોય છે.

શાળાના આ પાયા રૂપી બીજથી દરેક પરીક્ષામાં સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને શિક્ષકો તથા વાલીઓએ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.કારણ કે વિદ્યાર્થીમિત્રો આપણી પાસે કેટલી ક્ષમતા છે તે પરીક્ષા રૂપી એરણ મુકાયા પછી જ આપણને ખબર પડે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય તેવી પરીક્ષા વડે વિદ્યાર્થીની સાચી કસોટી થઈ શકે છે આમ વિદ્યાર્થી અને બુદ્ધિ પ્રતિભાનો અને તેની યાદશક્તિ નું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષાલક્ષી કેળવણીને જીવનલક્ષી બનાવવાની જરૂર છે વિદ્યાર્થીઓના સાચા જ્ઞાન કૌશલ્ય અને તેની આવડતની કસોટીનું મૂલ્યાંકન કરવા માટેનો અવસર હોય તો તે પરીક્ષા. તેમાં વડીલો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા જ પરીક્ષા ને એક જ્ઞાન નો ઉત્સવ માની લે અને કોઈપણ જાતના ભય વગર આ મૂલ્યાંકન કરાવે તો જીવનમાં પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

`The best preparation for tomorrow,is doing your best Today.´

💐💐💐💐💐💐💐💐 Best of Luck 💐💐💐💐💐💐💐💐

778 views0 comments

Recent Posts

See All
bottom of page