gajeravidyabhavanguj
સમયનો સદુપયોગ
“Time is money”
સમયને સફળતાની ચાવી કહેવાય છે. જીવનમાં સફળ થવા માટે સમયનો સદુપયોગ કરવો જોઈએ. સમય એ વહેતાં ઝરણાં જેવો હોય છે. જેને કદી રોકી શકાતો નથી. “છૂટી ગયેલું બાણ અને વીતી ગયેલો સમય કદી પાછો મળતો નથી.”

પ્રકૃતિ પોતાનું કાર્ય સમય પર જ કરે છે. સૂર્ય સમય પ્રમાણે ઉગે છે,ઋતુઓ સમય અનુસાર બદલાય છે. શાળાકીય શાસન વ્યવસ્થામાં સમયનું ઘણું મહત્વ છે. શાળાનું શિક્ષણ કાર્ય સમય પ્રમાણે શરૂ થાય છે. અને સમય પ્રમાણે પૂર્ણ થાય છે. શાળામાં ભણનાર વિદ્યાર્થી માટે પણ સમયનુ મહત્વ છે. જે વિદ્યાર્થી સમય પ્રમાણે કાર્ય કરે છે તે ભવિષ્યમાં એક આદર્શ વિદ્યાર્થી બની શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જે અમૂલ્ય સમય મળે છે. તે સમયનો સદુપયોગ કરવો જોઈએ.
એક નાનું સરખું કુમળું ફૂલ જેને ખીલવા અને ખરવાનો ક્ષણભરનો જે સમય મળે છે તેમાં તે પોતાની સુગંધ ફેલાવી આનંદથી જીવન જીવી લે છે. આપણને ફુલ કરતા વધારે સમય મળ્યો છે તો તેનો સદુપયોગ કરવો જોઈએ.
સંત કબીર દાસજી કહે છે,
“कल करे सो आज कर आज करे सो अब |”
સમયનો દુરપયોગ કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં કંઈ કરી શકતો નથી. અંતે તે પછતાય છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણકાર્યનો સમય મહત્ત્વનો છે જે વિદ્યાર્થી સમયનું મૂલ્ય સમજતો નથી. યોગ્ય આયોજન કરતો નથી તે વિદ્યાર્થી કદી પ્રગતિના પંથે પહોંચી શકતો નથી.
“આપણે સહુ સારા સમયની રાહ જોઈએ છીએ પણ, સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી.”