gajeravidyabhavanguj
સફળ કારકિર્દીનું સાચું માર્ગદર્શન
ધોરણ-10 નાં બોર્ડનાં વિદ્યાર્થીઓને ધોરણ-10 પછી શું આ પ્રશ્ન હંમેશ માટે મૂંઝવણમાં મુકતો હોય છે તેનાં ઉકેલ અર્થે આજરોજ ગજેરા વિદ્યાભવન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 178 જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. જેમાં વક્તા તરીકે શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને હવે પછી શું અને કેવી રીતે આગળ વધી શકાય તે અંગે ખૂબ જ સારું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં બાળકોને મુંઝવતા પ્રશ્નોનાં ઉકેલ પણ આપ્યાં હતાં. સાથે-સાથે ગજેરા વિદ્યાભવનનો ભણવાનો કેવો અનુભવ રહ્યો તે પણ ખૂબ જ હકારાત્મક હતો. આમ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હતો જેથી બાળકો આગળ સારો અભ્યાસ કરી પોતાનું અને શાળાનું નામ રોશન કરે આ સેમિનાર કરવા બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ અભિનંદન પાઠવ્યાં હતાં.