gajeravidyabhavanguj
“સફળતા મેળવવા માટે પ્રતીક્ષા નહિ પ્રયાસ કરો.”

આજના ટેકનોલોજીના યુગમાં દરેક બાળકો ખૂબ જ આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનતના ભાગરૂપે દરેક શાળામાં વાર્ષિક પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે તારીખ ૨૯/૦૪/૨૦૨૩ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં પણ ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ નું વાર્ષિક પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં દરેક વિદ્યાર્થીઓએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી, આગળના ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. અને દરેક બાળકના ચહેરા પર પોતે સફળ થયા તેની ખુશી દેખાતી હતી.
“ શિક્ષા એ આપણા જીવનનું શક્તિશાળી હથિયાર છે.”
શિક્ષણના ક્ષેત્રે પરિણામ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણકે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે સમયાંતરે જાણવું ખૂબ જ જરૂરી છે બાળકોની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી પરિસ્થિતિઓની કડી પૂરી પાડે છે. વિદ્યાર્થી કેટલે અંશે સિદ્ધ થયા એ જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા. મૂલ્યાંકન એ વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા ચકાસવાનું કાર્ય છે. પરીક્ષા વગરનું શિક્ષણ શક્ય જ નથી.
“समय और शिक्षा का सही उपयोग ही व्यक्ति को सफल बना देता है| “
પરીક્ષા કે મૂલ્યાંકન એટલે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિની યોગ્યતાને ચારેબાજુથી તપાસી નક્કી કરેલ માપદંડમાં છે કે નહીં એ પણ નક્કી કરી શકાય છે. પરીક્ષાઓ જ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા અને પોતાનું ઘડતર કરવા માટેની પ્રેરણા આપે છે. વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાણવા માટે પરીક્ષા ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે.
“Self confidence is a super power once you start to believe in yours if, miracles starts happening.”