top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સપ્તસુરોની દુનિયા- સંગીત

“મનની લાગણી સ્મિતનો સંગાથ”

સાત સૂરોનો સંગમ એટલે સંગીત. આત્માને મનની સાથે જે સંલગ્ન કરે તે ‘સંગીત’ અત્ર, તત્ર, સર્વત્ર જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે છે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતાં ઝરણામાં, કલરવ કરતાં પંખીઓમાં, નૃત્ય કરતા મયુરમાં, ખીલખીલ કરતાં બાળકમાં, થનથન કરતા યુવાન હૃદયમાં અને ગંભીર એવા વૃદ્ધોમાં.

સંગીત ની શોધ ક્યાંથી થઈ તે અંગે એવી માન્યતા છે કે પશુ-પક્ષીઓ ના અવાજ માંથી સંગીત ઉત્પન્ન થયું છે. જુદા જુદા પશુ-પક્ષીઓના અવાજ માંથી જે સંગીત પ્રાપ્ત થયું તેના પછી નામકરણ પણ થયું એટલે કે મોરના ટહુકા માંથી સહજ, ચાતકના કંઠની અભિવ્યક્તિ માંથી ઋષભ, બકરાના બેં બેં માંથી ગાંધારા, કાગડાના કા કા માંથી મધ્યમ, કોયલના કુહુ કુહુ માંથી પંચમ, દેડકાના ડ્રાઉં ડ્રાઉં માંથી ધૈવત, હાથીના અવાજ માંથી નિષાદ એ પ્રમાણેના સાત રાગ ઉત્પન્ન થયા એમ કહેવાય છે. સાત સ્વરો ની રચના જે સા...રે...ગ...મ...પ...ધ...ની.. તરીકે ઓળખાય છે.

“સૃષ્ટિના કણકણમાં સંગીત છે,

જીવનના હર પળમાં સંગીત છે,

સંગીત આપણા જીવનને સુંદર બનાવે છે”

સંગીતમાં એવી તાકાત રહેલી છે, કે જે કામ વિજ્ઞાન નથી કરી શકતું તે સંગીત કરી શકે છે. સંગીત માણસના જીવનને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપે છે. સંગીત થી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. સુખની પળોમાં સુખ અભિવ્યક્તિ માટે, દુઃખની પળોમાં દુઃખ વિસરાવવા માટે તેમજ વિચલિત મનને શાંતિ તરફ વાળવા માટે સંગીત ખુબ મહત્વનો ભાગ ભજવે છે.

બાળકોના મગજ પર સંગીત અદભુત અસર કરે છે. જેવી રીતે નાનપણમાં હાલરડાં થી લઈને શિક્ષણમાં વાર્તા, અભિનય ગીત, જોડકણા દ્વારા ભાષા કુશળતાનું અને ભાવનાત્મક વિકાસ જેવા પાસાઓમાં મૂળભૂત આધાર સંગીત પર રહેલો છે. સંગીત દ્વારા તમને તમારા બાળકો સાથે અનન્ય અને અવિસ્મરણીય ક્ષણોનો આનંદ માણી શકો છો. ખરેખર જીવનમાં સંગીતનું મહત્વ ખૂબ જ રહેલું છે. ગમે તેવા થાકેલા હારેલા માણસમાં પણ સંગીતથી નવા ઉત્સાહનો સંચાર થાય છે. માણસને જ નહીં પરંતુ પશુ-પંખીઓ, વનસ્પતિઓને પણ સંગીત પ્રિય હોય છે. તેથી જ અમારા બાલભવનમાં સંગીત દિવસ નિમિત્તે સંગીતના સાધનોની સમજ આપી હતી તેમજ બાળકો પાસે વેસ્ટ વસ્તુમાંથી સંગીતના વિવિધ સાધનો બનાવડાવ્યા હતા અને સંગીત દિવસની ઉજવણી કરી હતી.

167 views0 comments
bottom of page