gajeravidyabhavanguj
સપ્તરંગી સપનાની દુનિયા એટલે બાળપણ

જીંદગી ની બુકમાં સૌથી સારું પેઈજ 'બાળપણ' નું હોય છે.
"બચપન કે દિન ભૂલા ન દેના,
આજ હસે કલ રુલા ન દેના"
માનવજીવનનો સૌથી વધુ સુખમય અને આનંદમય સમય બાળપણનો છે એટલે તેને સોનેરી સમય કે સુવર્ણયુગ કહીએ તો સાર્થક ગણાશે. બાળપણના એ દિવસો માણસના જીવનનું સનાતન સુખદ સંભારણું બની રહે છે.
બાળપણનું એવું છે, જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી તેની કિંમત ન સમજાય પણ જેવું આપણી પાસેથી ચાલ્યું જાય તેવું આપણને તેનું મુલ્ય સમજાય છે. આપણા માંથી કોઈ એવું નહિ હોય કે જે ક્યારેય એવું ન બોલ્યું હોય કે કાશ એ બાળપણ ફરી આવે... “વો કાગજ કી કસ્તી વો બારિસ કા પાની” એ કાવ્યના કવિની જેમ આપણે આ બાળપણ માટે સર્વસ્થ ન્યોછાવર કરી દઈએ.
"હું છું બાળક નાનો મારે રમવું છે, મારે પંખીઓ સાથે રમવું છે,
મારે ચાંદ તારાઓને અડવું છે, મારે પર્વતના શિખર પર ચડવું છે,
મારે નદી ઝરણાં ઓમાં નહાવું છે, હું છું બાળક નાનો મારે બાગ-બગીચે રમવું છે."
બાળક એ રાષ્ટ્રના ભવિષ્ય અને દેશના વિકાસ માટે ઉર્જાનું કામ કરે છે. દુર્લભ સૌંદર્ય, ભોળાપણું, સરળતા અને આકર્ષણ એ બાળપણમાં જ મળે છે. જેને જોઈને કોઈપણ આનંદિત અને પ્રભાવિત થઈ જાય છે.
ઈશ્વરની સૃષ્ટિમાં બાળક અદ્ભુત અને નિર્દોષ સર્જન છે અને તેથી જ બાળકોમાં સમજણ અને સંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે ભારત દેશમાં ૧૪ મી નવેમ્બર એટલે બાળકોના પ્રિય એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુરાગ જોઈ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના જન્મદિવસ ને બાળદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
"માઁ કી કહાની થી, પરીયો કા ફસાના થા,
બારિશ મે કાગજ કી નાવ થી,
બચપન કા વો હર મૌસમ સુહાના થા"
આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નેહરુના આદર્શો અને તેમના સપનાઓ દ્વારા બાળકોને જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે. બાળપણની આ મધુર યાદો બાળમાનસ પર સદાના માટે અંકિત થઈ જાય એ માટે અમારા બાલભવનમાં બાળદિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકોએ રમુજી પાત્રો દ્વારા બાળકોનું મનોરંજન કર્યુ સાથે જ બાળકોએ લાફ્ટર યોગા અને ડાન્સની મજા માણી.
"દુનિયા કા સબસે સચ્ચા સમય,
દુનિયા કા સબસે અચ્છા દિન,
દુનિયા કા સબસે હસીન પલ,
સિર્ફ બચપન મેં હી મિલતા હૈ"
