top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શિવ ઉપાસનાનો શ્રેષ્ઠ અવસર- મહાશિવરાત્રી


આચાર જયારે વિચારમાં દ્રઢ બની જાય છે. ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર એટલે આપણી સંસ્કૃતિ. જયારે નૈતિક મુલ્યો સકારાત્મકતાના પાયાનું સ્થાન લે ત્યારે જ સંસ્કૃતિ સ્થાપના થઈ શકે. અનેક પ્રકારની માં ભારતીય સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. જે બાળકને બાળપણથી જ વડીલો તરફથી વરસમાં મળે છે.


માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. દરેક તહેવારોની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારનું આગવું મહત્વ રહેલું હોય છે. એવો જ એક પવિત્ર પર્વ છે મહાશિવરાત્રી.

દેવાધીદેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કહેવાય છે કે મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનું રૂદ્ર ના સ્વરૂપમાં અવતરણ થયું હતું.

આ સિવાય અન્ય કેટલીક કથાઓ પણ શિવરાત્રી સાથે જોડાયેલી છે. મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે.

બાળકો ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બરફનું શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી અને બાળકોને મૃગ અને પારધીની પૌરાણિક કથા દ્વારા મહાશિવરાત્રીનું મહત્વ સમજાવ્યું.

બાળકોએ પણ ખુબ જ શ્રદ્ધા પૂર્વક બરફ માંથી બનાવેલા શિવલિંગની પૂજા અર્ચના કરી. આ મહાપર્વની ઉજવણી કરી. હર-હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

શિવરાત્રીના આ મહાપર્વની આપ સૌને શુભકામનાઓ.

156 views0 comments
bottom of page