gajeravidyabhavanguj
શાળા સ્વચ્છતા અભિયાન
“સ્વચ્છ ભારત અભિયાન” ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક રાષ્ટ્રવ્યાપી સફાઈ અભિયાન છે. આ અભિયાનની શરૂઆત મહાત્મા ગાંધીની 145 મી જન્મ જયંતી એટલે કે 2 ઓક્ટોબર 2014ના દિવસે કરવામાં આવી. આ અભિયાન સમગ્ર ભારતમાં સફાઈના હેતુથી લાગુ કરવામાં આવ્યું. આ અભિયાનની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ પણ આ અભિયાનમાં જોડાઇ અને બીજાને પણ જોડે. જેથી કરીને આપણો દેશ દુનિયાનો સૌથી સારો અને સ્વચ્છ દેશ બની જાય. આ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં રસ્તાની સફાઈ કરાવી ને કરી હતી.
સ્વચ્છ ભારત અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન છે કે જેમાં ૩૦ લાખ જેટલા શાળાના બાળકો, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા.આ યોજનાનો મુખ્ય હેતુ ભારતના લોકો સાફ-સફાઈને પોતાના જીવનમાં સામેલ કરે અને દેશને સ્વચ્છ બનાવે તે છે. સ્વચ્છ ભારત અભિયાન આજથી જ ઘણા વર્ષો પહેલા પણ ચાલ્યું હતું. પરંતુ લોકોની નીરસતાને કારણે થઈને જોઈએ તેવું પરિણામ ના મળ્યું. આ અભિયાનથી ભારત સરકાર કચરાના નિકાલ માટે યોગ્ય તકનીકીઓનો પણ ઉપયોગ કરે છે અને તેનાથી સ્વચ્છતા સંબંધી સમસ્યાઓનો પણ યોગ્ય ઉપાયો લાવી શકાય છે.
આ અંતર્ગત ગજેરા વિદ્યાભવન કતારગામ દ્વારા ધોરણ-5 વિષય-આસપાસ “શાળા સ્વચ્છતા અભિયાન” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વર્ગખંડો, લોબી, એસેમ્બલી, ગ્રાઉન્ડ વગેરે જેવા વિભાગોની સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાના આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ નાનકડી શરૂઆત ખરેખર ખૂબ જ પ્રશંસનીય રહી હતી.