gajeravidyabhavanguj
‘શાળા , શિક્ષણ અને વિદ્યાર્થી’
આ સ્લોગન ને સાકાર કરવા માટે શાળા એ યોગ્ય માધ્યમ છે. શાળાના માધ્યમ દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શિક્ષણની આપ-લે થાય છે. શાળાના માધ્યમ દ્વારા શિક્ષક- વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે છે, પરસ્પર સહયોગ વધે છે, શાળા દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય , બાળકોની કલ્પનાશક્તિ વિકસે , વિદ્યાર્થી ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે , શાળા ના માધ્યમથી વિદ્યાર્થી ચારિત્ર્ય ઘડતર કરે, જીવનમૂલ્ય શિક્ષણ મેળવે છે. શાળામાં રમત દ્વારા વિષયશિક્ષણની આ પદ્ધતિમાં બુધ્ધિ, કલ્પના, વિચારની ચતુરાઈ જેવા કૌશલ્યો વિકસે છે.
શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે. શિક્ષક વિદ્યાર્થીને સારા કાર્ય માટે પ્રશંસા કરે, પ્રોત્સાહિત કરે. શાળામાં આવા વાતાવરણમાં રહી બાળક પોતાના ઘરને પણ યાદ કરતુ નથી. આ વિદ્યાર્થીનો શાળા પ્રત્યેનો લગાવ છે. આજના યુગમાં શાળા અને શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે. જેથી શિક્ષણપદ્ધતિમાં ઘણો બદલાવ થતો જોવા મળે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવજીવનના સ્વરૂપને અદ્ભુત રીતે બદલી નાખ્યું છે. સવિશેષ વીજાણુ ક્ષેત્રે થયેલાં સંશોધનો અને કમ્પ્યુટરની શોધે માનવજીવનની સાથે સાથે શિક્ષણ ઉપર મોટી અસર કરી છે.”પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, ઓનલાઈન એજ્યુકેશન, ઈન્ટરનેટ, ઓનલાઈન ઇવેલ્યુએશન, કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રેકશન, કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ ”- જેવા શબ્દો હવે નવા નથી રહ્યા.ટેક્નોલોજીએ શિક્ષણના સ્વરૂપને ધરમૂળમાંથી બદલી નાખ્યું છે. સાદી ભાષામાં સમજીએ તો શૈક્ષણિક તકનિકી એટલે વિજ્ઞાનની શોધો અને નિયમોનો શિક્ષણની પ્રક્રિયામાં વિનિયોગ. શિક્ષકે વિદ્યાર્થીને......

“वसुधैवकुटुम्बकम” એટલે“સમગ્ર વિશ્વ એક કુટુંબ છે”. આ ભાવના વિક્સાવવી જોઈએ.
Ø શિક્ષકની સફળતાના સૂત્ર :
S = 3D +3C + 3Q
S એટલે “Success in teaching life”.
“શિક્ષણ જીવનની સફળતા”.
3D
પહેલો – D એટલે Dignity – પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્ભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી. હું શિક્ષક છું. અને વિદ્યાર્થીઓમાં સુષુપ્ત રીતે રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે મને સોપી છે.
બીજો – D એટલે Dedication – સમર્પણ ........ પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ.
ત્રીજો – D એટલે Devotion – ભક્તિ....... ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યેનો લગાવ.
3C
પહેલો – C એટલે Concentration – એકાગ્રતા.
બીજો – C એટલે Confidence – આત્મવિશ્વાસ.
ત્રીજો – C એટલે Communication – સંદેશાવ્યવહાર
3Q
પહેલો – Q એટલે The Number of intelligence – બુધ્ધિમતાનો આંક.
બીજો – Q એટલે Emotional number – ભાવાત્મકતાનો આંક.
ત્રીજો – Q એટલે Spiritual Quotient – આધ્યાત્મિકતાનો આંક.
આ જ રીતે શાળામાં શિક્ષકએ વિદ્યાર્થીઓના જીવનના પરિવર્તનના પથદર્શકો છે.