gajeravidyabhavanguj
શાળા,શિક્ષક અને વાલી નો સુમેળભર્યો સંબંધ

દરેક માતાપિતા એવું ઇચ્છતા હોય કે પોતાના બાળકનો શાળામાં સર્વાંગી વિકાસ થાય અને જાણકારી થી વાકેફ રહે તે માટે વાલીઓએ પણ શાળાની દરેક પ્રવૃત્તિ પ્રત્યે જાગૃત રહેવું પડશે. તે માટે શાળા, માતા-પિતા અને બાળકોનો સહિયારો પ્રયાસ મહત્વનો ભાગ ભજવે છે. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પરંતુ કુટુંબ નું કાર્યક્ષેત્ર બનવું છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચે નો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાલી સાથેનાં નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતોન અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે.
શિક્ષક અને વાલી બંનેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે. આજનો જમાનો ફક્ત હરીફાઈ નો જમાનો થઈ ગયો છે. આજે ભણતરને હરીફાઈમાં ફેરવ્યું છે. બાળકને આવડે કે ન આવડે, પરંતુ પ્રથમ ક્રમ લાવો એવું વાલીઓ ઇચ્છે છે. પરંતુ બાળકનાં અભ્યાસમાં જેટલો શિક્ષકનો ફાળો છે એટલો જ વાલીઓનો હોવો જોઈએ. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક જ છે. જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે, તે હેતુથી ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગમાં તારીખ:-30/7/2022ને શનિવારનાં રોજ વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર રહે એ જ આદર્શ સ્થિતિ છે.
“મોટા મોટા કેળવણીકારો કે
શિક્ષણ એ કહ્યું છે કે
બાળકની પ્રથમ શાળા કે શિક્ષક
માતા-પિતા પોતે જ છે”