top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શાળાલક્ષી અભિગમ

“જીવનમાં બધું શક્ય છે બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ




શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, જેના સર્વાંગી વિકાસની જવાબદારી બંને પર રહેલી છે. જેથી શિક્ષક વાલી વચ્ચેનો સૌથી પહેલો સંપર્ક અને સંવાદ ખૂબ જ મહત્વનો છે. ગજેરા વિદ્યાભવનમાં તારીખ 31/05/2022ને મંગળવારના રોજ શાળામાં ધોરણ 1 ના નવા વિદ્યાર્થીઓ અને ધોરણ ૨ થી ૭ માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ માટે ORIENTATION કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.





કાર્યક્રમની કાર્યક્રમની શરૂઆતમાં શાળાના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ દ્વારા ORIENTATION એટલે શું? તેની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યાશ્રી, સોલંકી ભાવિષાબેન દ્વારા ORIENTATION ની PPT દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નવા સત્રની યોગ્ય રૂપરેખા અંગે શાળાના નીતિ-નિયમો, શાળાનું વાર્ષિક આયોજન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, આધ્યાત્મિકતા, અને SM વિશે સમજ અને વિદ્યાર્થીઓ માટેની પરિક્ષાલક્ષી માહિતી, તેમજ GEMS, ખૂબ જ સરળ રીતે સમજી શકે એ રીતે શાળાના કોન્ફરન્સ હોલમાં સમૂહમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાલીશ્રીઓએ પોતાની મૂંઝવણ ની રજૂઆત કરી હતી, જેનો આચર્યાશ્રી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.




આ કાર્યક્રમમાં વાલીઓએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો, અને આચર્યાશ્રીએ વાલીઓને પોતાના બાળકના અભ્યાસલક્ષી માહિતી દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ શાળા પરિવાર વાલીઓ પ્રતિ આભાર વ્યક્ત કરે છે.


“જીંદગી જીવવા માટે છે પણ જિંદગી જીવવા માટે ભણવું જરૂરી છે”

198 views0 comments
bottom of page