gajeravidyabhavanguj
શાળા પ્રવેશોત્સવ.
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા.01/06/2022 ના રોજ ગજેરા વિદ્યાભવનમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માં ઉત્સાહભેર વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાનાં પ્રવેશધ્વારને પટાકાથી સુશોભન કરવામાં આવ્યું હતું. શાળાનાં પ્રાથના સમિતિ તથા શિસ્તસમિતિના શિક્ષક કલ્પનાબેન તથા વિદ્યાર્થીગણે સંગીતના વાજીન્દ્રો વગાડી તથા વિદ્યાર્થીને કંકુતિલક કરી શરૂ થનારાં નવા વર્ષ માટે પ્રવેશ આપ્યો હતો. શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝરશ્રીએ શાળામાં પ્રવેશનાર દરેક વિધ્યાર્થોને શરૂ થતાં નવા વર્ષના શ્રેષ્ઠ સિધ્ધીઓ મેળવે એવી શુભકામનાઓ પાઠવી શાળા પ્રવેશોત્સવની પુર્ણાહુતી કરી હતી.