gajeravidyabhavanguj
શ્રેષ્ઠતાની ઓળખ – સર્વગ્રાહી મૂલ્યાંકન

પરીક્ષા કે મુલ્યાંકન એટલે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિની યોગ્યતાને ચારેબાજુથી તપાસી નક્કી કરેલ માપદંડમા એ છે કે નહિ એ નક્કી કરવું.
શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. એક બાળકનું શિક્ષણ તેના ઘરથી શરૂ થાય છે અને તે મૃત્યુ સાથે સમાપ્ત થાય છે. આમ, શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે અને તે પરિવર્તનશીલ છે. પ્રાચીન શિક્ષણ પ્રથા, ગુરુકુળ પ્રણાલી, મધ્યયુગીન શિક્ષણ, ગાંધીયુગનું શિક્ષણ અને પ્રર્વતમાન શિક્ષણમાં આધુનિકીકરણ જોવા મળે છે કહેવાય છે કે "શિક્ષણ એ સફળતાની ચાવી છે"
નેસન્સ મોડેલના કહેવા મુજબ શિક્ષણએ સૌથી શક્તિશાળી હથિયાર છે. જેનો ઉપયોગ વિશ્વને બદલાવવા માટે કરી શકાય છે. રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણ હંમેશા મહત્વનો ભાગ ભજવે છે અને તેથી જ કહેવાય છે કે "ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે"
અણઘડ પથ્થરમાંથી માનવીને શ્રેષ્ઠતમ ચારિત્ર્ય મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા શિક્ષણ છે. શિક્ષણ એ માત્ર પરીક્ષાલક્ષી નહીં પરંતુ જીવનલક્ષી હોવું જોઈએ.
શિક્ષણકાર્ય દરમિયાન બાળકનું હૃદય જ્યાં સુધી શિક્ષણકાર્યમાં પ્રવૃત ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્યની કાયમી સફળતા સર્જી શકાય નહીં. બાળકની અભ્યાસ પ્રત્યે રુચિ એ શૈક્ષણિક સફળતાના પાયામાં છે. બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ગમ્મત સાથે જ્ઞાન’ આપવામાં આવે છે. તેથી જ અમારા બાલભવનમાં વિષય પ્રમાણે જુદી જુદી એક્ટિવિટી દ્વારા બાળકોનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.