top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નંદ મહોત્સવ

Updated: Aug 30, 2021


“નંદ ઘેર આનંદ ભયો,

જય કનૈયા લાલ કી,

હાથી ઘોડા પાલખી,

જય કનૈયા લાલ કી”

તહેવારો આપણા એકધારા જીવનમાં વૈવિધ્ય લાવે છે. તહેવારોથી આપણી સાંસ્કૃતિક પરંપરાનું જતન થાય છે. ધાર્મિક તહેવારો દ્વારા બાળકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે. જયારે જયારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ધર્મનો ક્ષય થાય છે, ત્યારે ધર્મની પુન:સ્થાપના કરવા, ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.

કૃષ્ણ જન્મનો ઉદેશ્ય પણ સમસ્ત જગતના કલ્યાણ માટે પુન:ધર્મની સ્થાપના માટે થયો હતો. અવ્યક્ત નારાયણનું વ્યક્ત સ્વરૂપ એટલે કૃષ્ણ જન્મ.

મથુરા નગરીમાં વૃષભલગ્નમાં રોહિણી નક્ષત્ર મધ્યે શ્રાવણવદ અષ્ટમીના બુધવારની પવિત્ર તિથીએ પ્રેમાવતાર, સર્વાતાર, જ્ઞાનાવતાર પૂર્ણ પુરુષોત્તમ

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું. ઈશ્વરના અન્ય અવતારો, અંશાવતાર કે ક્લાવતાર ગણાયા છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણાવતાર છે.

દેવકી માતા અને વસુદેવ પિતા, યશોદા માતા અને નંદરાજ પિતા, એક જન્મ આપનાર અને એક પાલક માતા-પિતા કૃષ્ણનો જન્મ જ ઘણો સૂચક છે. શ્રીકૃષ્ણ એટલે પ્રેમનો સાક્ષાત અવતાર, કર્તવ્યનો સાક્ષાત અવિભાર્વ અધ્યાય અને જીવનનો અનોખો સંગમ, જન્માષ્ટમીની ઉજવણી

એટલે જીવનની જવાબદારીઓ નિભાવવી, વિરોધ અને વિકટ પરિસ્થિતિના ગાઢ અંધકારમાં કર્તવ્યની જયોત જલાવવી.

શ્રીકૃષ્ણ માતા દેવકી અને વસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે ૧૨ વાગ્યે કારાગૃહમાં થયો હતો. કૃષ્ણ દેવકીનું આઠમું સંતાન હતા. જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રીકૃષ્ણને લઈ યમુના નદી પાર કરી બાબા નંદરાય અને યશોદા પાસે ગોકુળમાં મૂકી આવ્યા હતા. જે કથા ખુબ જ પ્રચલિત છે.

“અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછ અને

છતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગથી”

વિષાદ રહી આનંદની તરફ લઈ જનાર તત્વ એટલે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણના વૈવિધ્ય સ્વરૂપમાં એકય છે તો એ એકપણ સ્વરૂપ વૈવિધ્યથી સભર છે.

નેહભરેલી રાધા માટે કૃષ્ણ નર્યાપ્રેમનું સાક્ષાત સ્વરૂપ છે. તો કૃષ્ણ પાછળ ઘેલી થઈ ગયેલી ગોપી માટે તે આનંદ સ્વરૂપ છે. માતા યશોદા માટે નટખટ બાલકૃષ્ણ તો સુદામા માટે પરમ મિત્ર છે.

અર્જુન માટે સારથી બનીને માર્ગદર્શન કરનાર જગતગુરૂ તો કંસ માટે સુદર્શન ધારી સાક્ષાત મહાકાળ છે. શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન જેટલું મધુરું અને રસભર છે તેટલું જ જગતને એક પ્રતીકાત્મક સંદેશો આપનારું છે.

બાળકો ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રથી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એકટીવીટી દ્વારા ઓનલાઈન વર્ગમાં બાળકને લડુગોપાલજી ની બેઠક(આસાન) ઈકોફ્રેન્ડલી રીતે બનાવતા શિખવાડયું હતું. બાળકોને જન્માષ્ટમીની સમજ આપી હતી.

આજના યુગમાં થતી જન્માષ્ટમીની ઉજવણી તાદ્રશ્ય રીતે રજુ કરવામાં આવી. અમારા નાના નાના બાળકોએ

કૃષ્ણ જન્મોત્સવને નાટ્યકૃતિ દ્વારા ખુબ જ સુંદર રીતે રજુ કર્યું. વર્ચ્ચુઅલ વર્ગમાં દરેક બાળક રાધા અને કૃષ્ણ બનીને આવ્યા હતા. બાળકોને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાની ખુબ જ મજા આવી.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર વાતાવરણ ગોકુળમય બની ગયું હતું.

256 views0 comments
bottom of page