top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શીઘ્રવકૃત્વ સ્પર્ધા


શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક.

"એક માતા સો શિક્ષકની ગરજ સારે છે" એટલેજ શિક્ષકને માસ્તર પણ કહેવાય છે. માસ્તર, ટીચર, સર વર્ષો પહેલા ગુરુજી કહેવાતા હતા. માતા-પિતાનું કાર્ય જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકના કાર્યોનો આરંભ થાય છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે કારણકે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી એક શિક્ષકના શિરે છે.

શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મુળિયાને મજબુત કરે છે. આપણા વેદ્શાસ્ત્રોમાં પણ એક જગ્યાએ શિક્ષકને ‘ગાતુવિદ’ કહ્યો છે. ગાતુ એટલે માર્ગ ગમન અને વિદ એટલે તેને ખોળનાર નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, આધ્યાત્મિક, ઈમોશનલ અને વિવિધ માહિતીના ઉપયોગથી તે બાળકોને જ્ઞાનસભર બનાવે છે.

સાચો શિક્ષકજ બાળકોને જીવન મુલ્ય શિક્ષણ આપે છે.


જ્ઞાન સાથે ગમ્મતથી ભારેખમ વિષયો પણ બાળકોને રમતા-રમતા શીખવે છે. આજનું બાળક ટેકનોલોજીની દુનિયાનું છે. તેથી એક શિક્ષકે પણ સતત અપડેટ રહેવું પડશે. ૨૧મી સદીના શિક્ષકમાં દરેક પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે.

તેથી જ અમારા બાલભવનમાં શિક્ષકો માટે ‘શીઘ્ર વકૃત્વ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને વિષય પ્રમાણે પોતાનું વકતૃત્વ રજુ કરવાનું હતું. જેમાં બધાજ શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.



549 views0 comments
bottom of page