gajeravidyabhavanguj
શિક્ષણ-શિક્ષક નું મહત્વ
“સદ્દવિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું નહિ કશું!”
વેદકાળથી આજપર્યત સમાજમાં વિદ્યા અને વિદ્યાનનું મહત્ત્વ અંકાતું રહ્યું છે. ભૂગોળ,ખગોળ,કલા-કારીગરી, હુન્નર-ઈજનેરી, શાસ્ત્રો-પુરાણો તાંત્રીક- વૈદ્યકીય કે કોઈપણ પ્રકારની વિદ્યા (આવડત)એ માનવને મહાન બનાવે છે.આજની શિક્ષણ પ્રણાલીમાં મુખ્યત્વે ‘મેકોલે’ એ સ્થાપેલી અને પ્રચારમાં આવરેલી અન્રેજી શિક્ષણ પ્રથાનો સમાવેશ થાય છે. જો કે એની સાથે જ જૂની ભારતીય પરંપરા પ્રમાણેનાં કેટલાંક જૂજ ઋષિ કુળો અથવા ગુરુકુળો અને પાઠ્યશાળાઓ, ઇસ્લામધર્મની પરંપરા મુજબની જૂની મદ્રેસાઓ અને ગાંધીજીની વિચારધારા પ્રમાણે બુનિયાદી શિક્ષણ પધ્ધતિ બહુ જૂજ રૂપે અસ્તિત્વમાં છે.આ બધી શિક્ષણ પ્રણાલી હજુ ભારતીય પ્રજામાં બહુ વ્યાપક રીતે સ્વીકારાઈ નથી તેથી લગભગ પંચાણું ટકા જેટલી પ્રથા તો ‘મેકોલે’ એ શરૂ કરેલી શિક્ષણ પ્રથામાં જ પોતાની જાતને તૈયાર કરે છે.

આજનો યુગ જ્ઞાન-વિસ્ફોટનો છે. સમગ્ર વિશ્વમાં જ્ઞાન-વિજ્ઞાન ને ક્ષેત્રે વિસ્ફોટ થયેલો છે. પળે-પળે નવું સંશોધન થાય છે, નવાં વિષયો પ્રગટે છે અને બીજી ક્ષણે તે જ્ઞાન જૂનું કે out of date થઈ જાય છે. વૈશ્વિક સ્તરે જ્ઞાન ની આ સ્થિતિ છે. આવા સંજોગોમાં કોઈ પણ માનવીએ વિશ્વનો પરિચય મેળવવો જ પાડે છે. નાની-મોટી માહિતી મેળવીને સામાન્ય માનવી આસાની થી જીવન જીવી શકે છે. મીડિયાના વિકાસના આ સમયમાં માત્ર શિક્ષિતેજ જ્ઞાન વિશ્વ સાથે સંબંધ રાખવાનો છે, એવું નથી. અભણ વ્યક્તિએ પણ અવનવી માહિતીથી પરિચિત થવું પાડે છે, કારણ કે આજની જીવનશૈલી એવી છે. માહિતી સમજણ પુસ્તકો, વર્તમાન પત્રો, સામયિકો દ્વારા માનવી મેળવી શકે છે. આ જ્ઞાન મેળવવા અને માહિતી મેળવવા માટે કેળવણીની જરૂર પડે છે.
શિક્ષક અને શિક્ષણની શક્તિ નો પરિચય કરાવતા ચાણક્યે કહ્યું હતું કે, “શિક્ષણ કભી સાધારણ મનુષ્ય નહી હોતા, સર્જન ઔર પ્રલય ઉસકી ગોદ મે પલતે હૈ, સંતો-મહંતો, ઉપદેશકો અને સમાજ સુધારકો મળીને વર્ષા ની જહેમત પછી પણ જે કાર્ય નથી કરી શકતા, તે કાર્ય એક શિક્ષક સહેજ વારમાં કરી શકે છે. એક ચિંતકે કહ્યું છે કે “ એક શાળા ઉઘડે છે ત્યારે દસ જેલો બંધ થાય છે.” શિક્ષક એ વિદ્યાર્થીનો સહાયક અને માર્ગદર્શક છે. શિક્ષક વિદ્યાર્થીની અંદર પડેલા જ્ઞાનને બહાર કાઢી આપવાનું તેમજ તેમને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.
આજના સમયને ધ્યાનમાં લેતા એક તથ્ય સ્વીકારવું જ રહ્યું છે કે આવી મહામારીના વાતાવરણમાં આ નર્યા ખદખદતાં કાદવમાં પંકજ બની ખીલવાનું છે. સત્વશીલ બની પોતાના ધ્યેયને સિધ્ધ કરવાનું છે. આ સત્વશીલતા કેળવવા મા-બાપ, વાલીઓએ જ કટીબધ્ધ થવું પડશે. આપણા સંતાનોને જ જાગૃત કરી સત્વશીલ કેળવવા મા-બાપ, વાલીઓએ જ કટીબધ્ધ થવું પડશે. આપણા સંતાનોને જ જાગૃત કરી સત્વશીલ બનાવીને વાલીઓએ ખુદ કૃષ્ણત્વ પ્રગટાવવું પડશે.

આમ ભારત જેવાં સ્વતંત્ર દેશમાં ખરેખર શિક્ષક અને શિક્ષણનું અનન્ય મહત્ત્વ છે. એ બનેના સુનિયોજિત ઉત્થાન વડે જ દેશની ઉન્નતી થઇ શકશે. દેશને માટે ઉપયોગી નીવડી શકે એવા નિષ્ઠાવાન નાગરિકોનું ઘડતર કરવાની ક્ષમતા આપણા દેશના શિક્ષકો પાસે છે. વસ્તુત: શિક્ષણ જ સમગ્ર વિશ્વની અતિથીશાળા છે.
“ વિદ્યા જયારે એળે જશે, ત્યારે પૃથ્વી પ્રલે થશે.
સદ્દવિદ્યા છે જેની પાસ, દશધા લક્ષ્મી તેની દાસ.”