gajeravidyabhavanguj
શિક્ષણ માં પ્રવૃતિનું મહત્વ
“તુ પ્રકાશ નહી , સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ”
વ્યક્તિમાં રહેલી શક્તિ કે ક્ષમતાને ઓળખી તેને બહાર લાવવાનું કામ શિક્ષણ કરે છે. તેથી શિક્ષણ નો અર્થ વર્ગખંડ , પાઠ્યપુસ્તક કે અભ્યાસક્રમ પૂરતો સીમિત નથી. શિક્ષણની સાથે પ્રવૃતિઓનું પણ એટલું જ મહત્વ છે. શિક્ષણમાં પ્રવૃતિઓના માધ્યમથી બાળકોમાં રહેલી સુષુપ્તશક્તિ બહાર લાવી શકાય અને જીવન કૌશલ્ય વિકસે તથા સાંસ્કૃતિક મૂલ્યો કેળવાય છે. બાળકની વિવિધ ક્ષમતાઓ માટે પ્રવૃતિઓ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
પ્રાથમિક કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થી ને પોતાની શક્તિ, ક્ષમતા , ગુણો, કૌશલ્યો ને કેળવવા માટે જેટલા પ્રમાણમાં તકો મળશે એટલો જ તેમનો વિકાસ થશે. જે તેમને ભવિષ્યમાં એક કૌશલ્ય સંપન્ન નાગરિક બનાવશે. શાળા કક્ષા એ થતી પ્રવૃતિઓની શિક્ષણકાર્ય માં બાળક પર વિશેષ અસરો જોવા મળી છે. પ્રવૃતિઓ વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થાય છે.
ગજેરા વિદ્યાભવન માં ધોરણ-2 ના વિદ્યાર્થીઓને પણ આવી પ્રવૃત્તિ સ.ઉ.ઉ.કા વિષયમાં કરાવવામાં આવી.