gajeravidyabhavanguj
"શિક્ષણ માં ચિત્ર વર્ણન નું મહત્ત્વ"
વિદ્યાર્થીઓ કુદરતી રીતે શીખવા તત્પર હોય છે. તેઓ સહજ રીતે પોતાની પ્રવૃત્તિઓ જ્ઞાન દ્વારા મેળવે છે. બાળકો પોતાની આસ-પાસનું વાતાવરણ પ્રકૃતિ, વસ્તુઓ, ચિત્ર અને લોકો સાથે ભાષા દ્વારા ઘણું શીખતા હોય છે તેઓ નવા વિચારોને તેમની પ્રવૃત્તિ સાથે જોડી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે.
કોઈપણ વ્યક્તિ ચિત્ર જોવે છે, અથવા અનુભવ કરે છે તે ચિત્રનું વાકયો દ્વારા વર્ણન કરે છે, જેથી વિદ્યાર્થીઓમાં વર્ણનાત્મકશક્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓને ચિત્ર જોવું છે.
ચિત્રના આધારે વિદ્યાર્થીઓ વાક્યો બનાવી શકે છે, કાવ્ય રચના અને વાર્તા બનાવી શકે છે. કોઈ વ્યક્તિને આપણે ચિત્ર દ્વારા સંદેશો પણ પહોંચાડી શકીએ છીએ. ચિત્ર વર્ણન દ્વારા કોઈ પણ વિદ્યાર્થી વાક્યો તો બનાવી શકે છે. આ રીતે વિદ્યાર્થીઓમાં વિચારવાનું કૌશલ્ય વિકસે છે.
આવા હેતુથી ગજેરા વિદ્યાભવન ધોરણ:-૫ ના હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ કુદરતી દ્રશ્ય, ગામડાનુ દ્રશ્ય જેવા અલગ-અલગ ચિત્ર નું વર્ણન કરી વર્ણનાત્મકશક્તિ અને તર્કશક્તિનો કૌશલ્ય વિકસિત કર્યું.
આ પ્રવૃત્તિ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી અવલોકન શક્તિ વધે, અવલોકન કરી આંતરસૂઝથી ચિત્ર નું વર્ણન કરતા શીખે, તેમજ હિન્દી વિષયમાં રસ રુચિ ધરાવતા શીખે અને વાક્યરચનાને યોગ્ય રીતે બોલતા શીખે.