gajeravidyabhavanguj
શિક્ષણ પ્રણાલીને સાંકળતી કડી - બાળક, શિક્ષક અને વાલી.

શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. વાલી, વિદ્યાર્થી, શિક્ષક અને આ ત્રણેય શિક્ષણના
આધારો છે. બાળકોના સર્વાગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે અને બાળકના અભ્યાસને લગતું જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન શાળામાંથી જ મળે છે ભણતરની સાથે સાથે બાળકમાં જો સંસ્કાર અને શિષ્ટાચારના ગુણો કેળવાય તો જ બાળક સર્વોત્તમ જીવનશૈલી અને સફળતા પ્રાપ્ત કરી શકે છે.

બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા-પિતાની કે કુટુંબના સભ્યોની છે. આથી માતા-પિતા બાળકના માર્ગદર્શન બને તો બાળકને યોગ્ય દિશા મળે.
માતા-પિતાના પ્રેમથી પોષેલું બાળક વટ વૃક્ષ બને છે. માતા-પિતાના પ્રેમથી બાળક સોળેકળાએ ખીલે છે. જેથી તેનો આંતરિક અને બાહ્ય વિકાસ ઝડપી થાય છે. વાલીશ્રીએ પોતાના આચરણ થકી બાળકને નીતિમતા ના પાઠ શીખવાના હોય છે.
વિદ્યાર્થીના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી જ અમારી શાળામાં માસવાર વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃતિઓ અને અભ્યાસ લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. જેથી બાળકને અભ્યાસમાં લગતી મુશ્કેલીઓ વિષે વાલીને યોગ્ય વાલીને યોગ્ય માર્ગદર્શન મળે છે.
તેની સાથે જ અમારી શાળામાં "સુનિતા મેકર્સસ્પેસ” દ્વારા આયોજિત “મેકર્સ યોર સ્પેસ” સ્પર્ધા જેમાં બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી બાળકને યોગ્ય માત્રમાં મંચસ્થ કરી શકાય તેને લગતું માર્ગદર્શન અને માહિતી ઉપઆચાર્યશ્રી બીનીતાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.