gajeravidyabhavanguj
શૈક્ષણિક સફળતામાં શાળાનો સહયોગ
"ઘર એટલે બાળક માટે જીવવાની તક, શાળા એટલે બાળક માટે વિકાસની તક"

કોઈપણ બાળકની શૈક્ષણિક સફળતામાં કોઈ વ્યક્તિના કે માત્ર બાળકના જ પ્રયત્નનું પરિણામ નથી હોતી, તે તેના માતા-પિતા, શિક્ષકો, શાળા અને પરિવાર બધાના સહિયારા પ્રયત્નનું પરિણામ હોય છે.
આપણે ત્યાં શિક્ષણના મુખ્ય સ્ત્રોત તરીકે શાળાને સ્વીકારવામાં આવે છે. બાળક શાળા એ જવાનું શરુ કરે એ પછી જ તેના પધ્ધતિસરના શિક્ષણની શરૂઆત થાય છે. શાળા એ બાળકના શૈક્ષણિક વિકાસનું અભિન્ન અંગ છે.

બાળક સારુ શિક્ષણ મેળવી સફળતા પ્રાપ્ત કરે એ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. પોતાનું બાળક શૈક્ષણિક તથા સાંસ્કૃતિક રીતે પ્રગતિ કરે તે માટે દરેક માતા-પિતા ખુબ મહેનત કરતા હોય છે. આ દરેક તબક્કે શાળા અને શિક્ષકો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિક્ષકો અને શાળા બાળકની શૈક્ષણિક સફળતા વચ્ચે સેતુ સમાન કામ કરે છે.
'પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બાળકના જીવનને ઘડવાની પ્રવૃત્તિ એટલે શિક્ષણ.'

શાળાની ભૌતિક સગવડોથી પ્રભાવિત થવાના બદલે શાળાના બૌધિક અને ભાવનાત્મક વાતાવરણને પણ માતા-પિતાએ ધ્યાનમાં લેવું જોઈએ. બાળક જે શૈક્ષણિક વાતાવરણમાં જાય છે. તેના વિશે સતત જાગૃત રહેવું જોઈએ. બાળક માટે શાળાની પસંદગીથી લઈ, બાળકના રોજ દરરોજના શૈક્ષણિક કાર્યમાં માતા-પિતા એ કાળજી રાખવી જોઈએ.

કોરોના જેવી મહામારીની વિકટ પરિસ્થિતિમાં જયારે બાળક શાળાએ નથી આવી શકતું ત્યારે બાળકોનો શાળા અને શૈક્ષણિક કાર્ય સાથે સેતુ જળવાઈ રહે એ માટે શાળાએ બાળકોને યોગ્ય વાતાવરણમાં અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ પૂરું પાડયું છે અને બાળકોને સતત કાર્યરત રાખ્યા છે.

શૈક્ષણિક સંસ્થાઓની આવી કેટલીક બાબતો છે, જે બાળકના ભણતર પર ગાઢ અસર કરે છે.
આમ, શાળા એ વિશ્વની સૌથી મુલ્યવાન વસ્તુ છે, કારણકે તે માનવજીવનના સર્વાગી વિકાસ માટે કામ કરે છે.