gajeravidyabhavanguj
શિક્ષણ એક અનોખો જાદુ
ભારત સરકારે નવી શિક્ષણપદ્ધતિ જાહેર કરી છે. એમાં સૌથી મહત્વની બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે. અને તે છે. માતૃભાષામાં શિક્ષણ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ આવો જ કંઈક પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દરેક વિષય સરળતાથી સમજી શકે તે હેતુથી બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
શિક્ષણનો અર્થ વર્ગખંડ, પાઠ્યપુસ્તક કે અભ્યાસક્રમ પૂરતો સીમિત નથી. શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિઓનું પણ એટલું જ મહત્વ છે. ધોરણ - ૪ ગુજરાતીમાં પાઠ - ૭ ખોટો જાદુ ખોટો બાવો? આ પાઠની પ્રવૃત્તિ દ્વારા જાદુ વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ પણ 4G અને 5G બની ગયા છે. પરંતુ તેમની યાદશક્તિ ઘટતી જાય છે. આથી અભ્યાસક્રમમાં જાદુ જેવી પ્રવૃત્તિ જે બાળકને જીવનપર્યત યાદ રહે છે. કોઈપણ વ્યક્તિ માત્ર વાંચન અને લેખન દ્વારા બધી જ વસ્તુ સરળતાથી સમજી શકતો નથી. માટે આપણા અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષામાં જાદુ વિશેનો પાઠ મૂકીને ગુજરાતી ભાષાને સરળતાથી સમજાવવામાં આવી છે. એ જ રીતે કોઈ પણ વિષયમાં આ રીતની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળક વધુ સરળતાથી સમજી શકે છે.
આમ જાદુ એ એક પ્રકારની હાથ અને આંખની કરામત છે. તો બાળકોને પણ તેના વિશેની માહિતી આ પાઠ માં સમજાવવામાં આવી છે. એકાગ્રતા અને શિસ્તતા જેવા ગુણો જાદુ જેવી પ્રવૃત્તિઓમાં વિકસે છે. જેમકે કોઈ પણ ક્ષેત્રમાં જાદુ કરાવવામાં આવે તો પ્રેક્ષકો તરત એકાગ્ર થઈને મંત્ર મુગ્ધ થઈ જાય છે. આમાં બાળકોમાં શ્રેષ્ઠ ગુણો કેળવવાનો ઉદ્દેશ' ખોટો જાદુ ખોટો બાવો?' પ્રકરણમાં રહેલો છે.