top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શિક્ષણમાં પ્રવૃતિનું મહત્વ

બાળક ને ભણાવવો એ નહિ પરંતુ બાળક ભણી શકે તેવું વાતાવરણ આપવું એટલે "શિક્ષણ".બાળક ના ગીત ને અખંડ રાખવાની વ્યવસ્થા એટલે "શિક્ષણ".

બાળક ને પૂછવામાં આવતો પ્રશ્ન :-" બેટા તને કેવી શાળા ગમે ?"

બાળક કહે "બંધ", બાળક નો આ જવાબ ને બદલે "મને ખુલ્લી શાળા ગમે" એવો અપેક્ષીત જવાબ મેળવવા શિક્ષણ માં પ્રવૃત્તિ મહત્વ નો ભાગ ભજવે છે.

શિક્ષક એ જાણવા માગે છે કે,"બાળક માંથી કઈ કળા બહાર આવી શકે એમ છે?;કોણ મોટો કવિ બની શકે છે?;કોણ સારું ગાઈ શકે છે?; કોણ સારા લેખ લખી શકે છે?" એ દરેક વસ્તુ જાણવા અને બાળક ની અંદર રહેલી કળા ખીલવવા શિક્ષણ માં પ્રવૃત્તિ મહત્વ નો ફાળો આપે છે.બાળક માટે શાળા માં હાજર રહેતા સમય માંથી સૌથી પ્રિય સમય રીસેસ નો હોય છે.બાળક ને સતત પ્રવચન સાંભળવા કરતા પ્રવૃત્તિઓ કરવામાં વધુ રસ હોય છે."બાળક નો પ્લાન-A કામ ન કરે ,તો પ્લાન -B કરશે " એવી વિચારશક્તિ કેળવવા તેમનું જીવન પ્રવૃત્તિમય રહે તે જરૂરી છે.

બાળક ને જીતતા નહિ પણ જીવતા શીખવવું એટલે શિક્ષણ .

જ્યારે બજાર માં એકલા મશીન પેદા થઈ રહ્યા છે ત્યારે માણસ કોણ બનાવશે ??જેને દેશ થી લગાવ હોય,સંતો પ્રત્યે માન હોય, કલા પ્રત્યે પ્રેમ હોય. એ બધી આવડત કેળવવી એટલે પ્રવૃત્તિમય શિક્ષણ.બાળક પોતે માત- પિતા ના સપના ની બ્લુપ્રીન્ટ નથી તે અહેસાસ અપાવવો એટલે "શિક્ષણ " બાળક નામ ના ફૂલ માં એ બધી કળાઓ છે તે ઓળખી ને ખીલવવી એ જ પ્રવૃત્તિમય શિક્ષણ.બાળક નિષ્ફળતાની પણ મજા માણી શકે અને તેને સફળતા માં કેવી રીતે ફેરવવી તેનો રસ્તો શોધી શકે તેવી આવડત કેળવવા બાળક નું જીવન પ્રવૃત્તિમય હોવું જરૂરી છે.

બાળક ને અન્ય વિચારતું કરવા,કંઇક નવી દુનિયા તરફ વળતું કરવા,તેનો પોતાના પર નો વિશ્વાસ કાયમ કરવા પ્રવૃતિઓ મહત્વ નો ભાગ ભજવે છે અને સૌથી મહત્વ નું બાળક ને અણગમતા વિષયો ને રસપ્રદ બનાવવા તે જ શિક્ષણ માં પ્રવૃત્તિ નો મહત્વ નો ફાળો છે.

1,396 views0 comments

Recent Posts

See All
bottom of page