gajeravidyabhavanguj
શિક્ષણમાં પ્રવૃત્તિઓનું મહત્વ
કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેના અનુસંધાનમાં ધોરણ-૨માં ગણિત વિષય ની પ્રવૃત્તિ થઈ હતી. ગણિત વિષયમાં પ્રકરણ-૧ શું લાંબુ છે? શું ગોળ છે? તથા અલગ-અલગ વસ્તુઓની સપાટીથી પણ માહિતગાર થયા.મૂર્ત વસ્તુઓ ના માધ્યમથી વિદ્યાર્થીઓ કઈ વસ્તુ ગબડે? કઈ વસ્તુ સરકે? તે પણ ખૂબ જ સારી રીતે સમજી શક્યા.
આ રીતે બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બાળકો શાળામાં કે શાળા ની બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ ફૂલની માફક ખીલી ઊઠે છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે પ્રવૃત્તિમય શિક્ષણ ખૂબ જ જરૂરી છે.
શાળામાં વિદ્યાર્થીઓમાં સામાજિકતા, સંઘભાવના, જવાબદારી, નેતૃત્વ, સંવેદનશીલ જેવા કૌશલ્ય તેમજ સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી જાય છે.