gajeravidyabhavanguj
શિક્ષણમાં પરિવર્તન
Updated: May 31, 2022
“જેની સવાર સારી તેનો દિવસ સારો”
તે કહેવત અમારા ગજેરા વિદ્યાભવનમાં સાચી ઠરે છે.નવું સત્ર 2022-23 સેમિનારથી થઈરહ્યું છે . ત્યારે JCI એક NGO છે. તેના દ્વારા આયોજિત સેમિનાર Soham module પર હતો. જેના પાંચ aim નીચે મુજબ છે.
S : Spirituality
O : Occupation
H : Health
A : Analytical skill
M : Management
કર્મ : “કર્મનો નિયમ અનંત પુનર્જન્મ ના “ચક્ર” શીખવે છે”
પહેલું સેશન કર્મ પર આધારિત હતું. JCI ક્લબ ના મેમ્બર દર્શન સરે કહ્યું હતું કે “આપણો કર્મ પર અધિકાર છે ફળ પર નહીં” ગીતામાં રહેલા આ સૂત્રને અનુસરીને કામ કરવામાં પણ અનેરો આનંદ આવે છે. આજે માનવી કેમ દુઃખી થાય છે કેમકે તેને કામ કરવા કરતાં ફળ પર પોતાનું ધ્યાન વધારે કેન્દ્રિત હોય છે. તેથી દુઃખી થાય છે તમારું કર્મ એ બૅન્ક ના ખાતાના બૅલેન્સ જેવું છે જેટલું જમા કરશો તેટલું વધુ ઇન્ટ્રેસ્ટ એટલે કે વ્યાજ મળશે પણ બૅલેન્સ ના હોય તો પૈસા ઉપાડવા જાઓ તો પૈસા મળતા નથી એવું કર્મ નું છે.
Health: બીજું સેશન હેલ્થ પર હેલ્થ માટે શું કરવું અને શું કરવું તે બધાને ખબર જ છે આપણે હંમેશા દરેક કાર્યને આવતીકાલ ઉપર છોડીએ છીએ અને એવું વિચારીએ છીએ કે આવતી કાલથી હું કામ કરીશ. પરંતુ તમને ખબર છે આવતીકાલ ક્યારેય આવતી જ નથી. અને આપણે આપણું કોઈ પણ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકતા નથી.. આપણે કોઈપણ કાર્યની શરૂઆત આવતીકાલથી નહિ પરંતુ આજથી કરવી

જોઈએ.શરૂઆત કર્યા પછી થોડાક દિવસ પૂરતું તેના ઉપર કાર્ય કરીએ છીએ. પછી તેને અડધેથી છોડી દઈએ છીએ. જેથી ધાર્યું પરિણામ મળતું નથી. તેની સાથે સાથે એકાગ્રતા એટલે કે ધ્યાનની પણ સમજ વિવિધ ઉદાહરણો દ્વારા થઈ હતી.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં માનવી દરેક બાબતે સ્ટ્રેસ અનુભવે છે તો આ તકલીફમાંથી બહાર નીકળવા માટે કઈ કઈ પ્રવૃતિઓ કરી શકાય એની પણ સુંદર સમજ આપી હતી.
Occupation : કોઈપણ વ્યક્તિ પોતાના occupation એટલે કે ધંધામાં કે નોકરીમાં દરેક ક્ષેત્રે બોજ માન્યા વગર તેની પૂજા કરીને તેનો આનંદ માણતા માણતા કરશે તો સો ટકા તેને સફળતા પ્રાપ્ત થાય છે. શિક્ષકોની વાત કરતા તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી વખતે સતત પોતાની પદ્ધતિઓમાં સમય અંતરે ફેરફાર કરવો. કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર પુસ્તકો કે એક જ પદ્ધતિ નહીં પરંતુ વિવિધ પ્રકારની પદ્ધતિઓ અને પ્રવૃતિઓનો ઉપયોગ કરો. અને ચહેરા પર સ્મિત ની સાથે તમે શિક્ષણ આપો. પોતાના વ્યવસાય કે નોકરીને પોતાનો શોખ માનીને તેની પૂજા કરીને કામ કરીશું તો એ કાર્ય નો પૂરેપૂરો આત્મસંતોષ આપણને થશે. સાથે સાથે વિદ્યાર્થીઓના ફીડબેક લેવા પણ ખૂબ જ જરૂરી છે જેના દ્વારા આપણે ખાતરી કરી શકે છે કે આપણે જે સમજાવીએ છીએ તે બાળકો સારી રીતે સમજી શક્યા છે કે કેમ? આમ આપણે વિદ્યાર્થીઓ સુધી નહીં પરંતુ તેમના હૃદય સુધી પહોંચવાનું છે.
Management : समय का सही उपयोग करने के लिए समय नियोजन करना जरूरी है।
વિકાસ માટે બીજા બધા કૌશલ્યની સાથે સાથે સમય પણ ખૂબ જ મહત્વની બાબત છે. કહેવાય છે કે જે વ્યક્તિ સમયની કિંમત નથી કરતો સમય તેની કિંમત નથી કરતો. કે કોઇપણ કાર્યને સફળ બનાવવા માટે
Time management ખૂબ જ જરૂરી છે. આપેલ સમય મુજબ જે તે પ્રવૃત્તિનું આંશિક આયોજન પણ જરૂરી છે.
Technology: વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષકોને પોતાના પરિવર્તન લાવવું પડે છે. આજના આજની શિક્ષણ પદ્ધતિ સાથે કદમ મિલાવવા માટેશિક્ષકોએ પણ સતત અપડેટ થવું પડે છે. અને શિક્ષણ માટે વપરાતા શૈક્ષણિક સાધનો તથા ટેકનોલોજીનું જ્ઞાન સતત મેળવતા રહેવું પડે છે. એટલે તો કહેવાય છે કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષકે શિક્ષક બનીને નહીં પરંતુ પોતે પણ એક વિદ્યાર્થી બનીને જો સતત અપડેટ થતા રહેશે તો પોતાના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો સરળતાથી નિદાન કરી શકશે.
આમ ગજેરા વિદ્યાભવન દ્વારા શિક્ષકોમાં પરિવર્તન લાવવા માટે અને તેમને સતત પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડવા માટે
શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો દ્વારા નવા સત્રની શરૂઆતમાં જ્ઞાનનો અમીરસ પીરસવામાં આવ્યો હતો.