top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શિક્ષણમાં જ્ઞાનનું નિર્માણ- ગુરુપૂર્ણિમા

Updated: Jul 14, 2022

May Guru’s blessing

Always shower on you

Wish you a very

HAPPY GURU PURNIMA


મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ દિવસ એટલે ગુરુપૂર્ણિમા. અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ગુરુપુર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે.

ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો આ તહેવાર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે.‘ગુરુ’ શબ્દનો અર્થ ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે દૂર કરનાર ગુરુ એટલે અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે, તો ગુરુ આપણને જ્ઞાન આપે છે. જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણજે સ્થિર રહે તે ‘ગુરુ’.ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે. ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને જ વિદ્યાર્થી સિદ્ધિના ઝગમગતા શિખરો સર કરે છે. જેમકે, એકલવ્યની ગુરુભક્તિએ અને તેને એક સામાન્ય ભીલ હોવા છતાં પણ સાક્ષર કરી નાખ્યો. સ્વામી વિવેકાનંદના સ્વામી વિવેકાનંદના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ આદ્યાત્મકજ્ઞાનની શ્રેણીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમના જ શિક્ષણ અને કૃપાથી સ્વામી વિવેકાનંદ સમગ્ર વિશ્વમાં હિંદુ ધર્મની પતાકા લહેરાવી હતી. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને પણ સંદિપની ઋષિ જેવા મહાન ગુરુ મળ્યા હતા.

ગુરુ દિપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે.

GURU IS ASPIRATION

GURI IS INSPIRATION

G- GREATEST

U- UNIQUE

R- RIGHTFULLY

U- UMPIREઆધુનિક યુગમાં જ્ઞાનનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાઈ ગયું છે. આજે કેવળ જ્ઞાન જીવનલક્ષી કે આધ્યાત્મિક ન રહેતા અર્થઉપાર્જન તથા માનવજીવનને સુખ સગવડોની શોધમાં આગળ વધી રહ્યું છે.

ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ ને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓમાં ગુરુની શ્રેષ્ઠતાનું નિર્માણ કરવા ગજેરા વિદ્યાભવન માં તારીખ 13/7/2022ને બુધવારના રોજ ધોરણ-૧ અને ધોરણ-૨ માં શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-નાના ભૂલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક શ્લોકપઠન કર્યું હતું. તેમજ ધોરણ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. આ નાટકમાં પ્રાચીનયુગ અને આધુનિકયુગમાં ગુરૂનુ મહત્વ શું છે? વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ નું કેવું સન્માન કરવામાં આવે છે. તથા રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે રીતે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ પૂર્વક ભાગ લઇ નાટકને જીવંત બનાવ્યું હતું.
ગજેરા વિદ્યાભવનમાં તહેવારોની ઉજવણીની સાથે સાથે શિક્ષકોની ગરિમા જાળવવા તથા આપણી સંસ્કૃતિ અને આપણા વારસા ને જાળવવાનો પ્રવાહ અવિરત વહેતો રહે તે માટેના પ્રયાસો કરેલા છે. ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે શાળાના શિક્ષકોનો પણ વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ગુરુજનો પણ સાચા અર્થમાં ભાવવિભોર બની અને ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી

જ્ઞાનના સૂર્ય,

પ્રેમ ના મહાસાગર,

શાંતિના હિમાલય,

એવા ગુરુ ને શત શત પ્રણામ

2,288 views0 comments
bottom of page