top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“શિક્ષણકાર્યની સફળતા, નિષ્ફળતા ની ચકાસણી એટલે મૂલ્યાંકન”


શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીમાં કેટલે અંશે સિદ્ધ થયા એ જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય છે અથવા વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને પણ મૂલ્યાંકન કહી શકાય.

મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વપૂર્ણ અંગ છે તેને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તે માત્ર શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવામાં મદદરૂપ થાય છે અને તેમાં સુધારો કરે છે.

શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણ કે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે સમયાંતરે જાણવું ખૂબ જરૂરી છે. બાળકોની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી પરિસ્થિતિઓની શૃંખલા પૂરી પાડે છે. મૂલ્યાંકન નિર્ણયાત્મક હોય છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. જીવનની દરેક રાહ ઉપર તમારે કોઈ ને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે એટલે પરીક્ષા તો એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે. પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા દ્વારા જ બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાણી શકાય છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

તેથી જ અમારા બાલભવનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ના અંતે બાળકોનું વાર્ષિક પરિણામ નિમિત્તે આજરોજ વાલીમિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


337 views0 comments
bottom of page