gajeravidyabhavanguj
શિક્ષક-વાલી સંવાદ: બાળકના સર્વાગી વિકાસની અનિવાર્યતા
Parent’s Orientation Program- 2022-23

"માતા-પિતા, શિક્ષક અને શાળાનો સહિયારો પ્રયાસ એટલે બાળકનો સર્વાગી વિકાસ"

જ્યોર્જ લિયોનાર્ડ નો વિચાર છે કે “જે સ્વયંને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે. (Education is, doing anything that changes you) અથાર્ત, બાળકો સાથે સંકળાયેલા સૌ પોતાના સારા કામ થકી તેના વ્યક્તિત્વને નિખારી શકે છે. એ દ્રષ્ટિએ વાલી-શિક્ષકો વચ્ચેનો સબંધ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં મહત્વનો સબંધ છે.
શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી (બાળક) છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભોગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.

સમય બદલાયો, વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજીક વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહિ પણ કુટુંબનું કાર્યક્ષેત્રે બન્યું છે. મતલબ શાળાઓ સાથે કુટુંબનું જોડાણ આજના સમયનો નવો વિચાર છે.
શિક્ષક અને વાલી વચ્ચેનો સૌથી પહેલો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે.
જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે અને તેથી જ નવા સત્રની શરૂઆતમાં અમારા ગજેરા બાલભવનમાં શિક્ષક-વાલી વચ્ચે પરિચય મિટીંગ અને ઓરીએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિટીંગની શરૂઆતમાં અમારા આચાર્યશ્રી એ વાલીશ્રીને નવાસત્રની યોગ્ય રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શાળાના અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી આપી સહઅધ્યાય પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવળીઓ વિશે ચર્ચા કરી ત્યારબાદ અમારા ઉપાચાર્ય દ્વારા GEMS અને SM વિશે સમજ, શાળાના નિતી-નિયમો વિશે માહિતી આપવામાં આવી.

આ વાલીમિટીંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી અને બાળકોના આવનારા વર્ષના અભ્યાસલક્ષી કાર્ય માટે ઉત્સાહ સાથે જોડાયા હતા અને શાળાના શૈક્ષણિક માહોલથી ખુબ પ્રોત્સાહિત થયા હતા.
