gajeravidyabhavanguj
શિક્ષક - વાલી સંવાદ
જ્યોર્જ લિયોનાર્ડનો વિચાર છે કે; ‘જે સ્વયંને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે’
“Education is doing anything that changes you”
વાલી-શિક્ષક વચ્ચે નો સબંધ બાળકના પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. એક સંશોધન અનુસાર નિયમિત રીતે વાલી-શિક્ષક વચ્ચે ની ટૂંકી મુલાકાત શાળા-સમાજના સંબંધને પ્રોત્સાહિત કરે છે. એકબીજાના જ્ઞાન-માહિતી ની અદલાબદલી થી બંને પક્ષે વૈચારિક વાતાવરણમાં સુધારો થાય છે.
વાલી સાથે નિયમિત સંપર્કથી શિક્ષક બાળકની જરૂરિયાતો અને ટેવો વિશે જાણી શકે છે. જે વર્ગખંડના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે. તેમજ બીજી બાજુ વાલીશ્રી બાળકના આદર્શ સામાજિક નાગરિક બનવાની સફર માં બાળકના અભ્યાસ તેમજ બાળકને વર્તણૂકથી માહિતગાર થાય છે.
કહેવાય છે ને કે,” અભ્યાસલક્ષી નિર્ણયોમાં શાળા જ્યારે વાલીને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં હકારાત્મક અસર પડે છે.’શિક્ષક વાલીનું જોડાણ ખૂબ જ અગત્યનું છે . આ હેતુથી શાળામાં વાલીમીટીંગ નું આયોજન થાય છે . બાળકના અભ્યાસ ને લગતી યોગ્ય માહિતી અને આવનાર માસમાં યોજાયેલ વાર્ષિક પરીક્ષાલક્ષી આયોજન તેમજ તેને લગતી માહિતીથી વાલીશ્રીઓ માહિતગાર થાય તે હેતુથી આજ રોજ અમારી શાળામાં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વાલીશ્રીઓએ પોતાની હાજરી આપી બાળકોના અભ્યાસ, વાર્ષિક પરીક્ષા ને લગતી માહિતી, વાર્ષિક પરીક્ષાનું આયોજન તેમજ બાળક ને લગતા પ્રશ્નોનું નિવારણ, માહિતી અને માર્ગદર્શન મેળવ્યું.