gajeravidyabhavanguj
શિક્ષક વાલી સેતુ

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શાળા દ્વારા જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલી નો પણ એટલો જ ફાળો હોય છે.
વિદ્યાર્થીના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષક અને વાલી બંને એક સેતુ નું કામ કરે છે. આજનો યુગ ખૂબ જ સ્પર્ધાત્મક યુગ બની ગયો છે, અને તેમાં જો આપણે આપણા બાળકને સારું ભવિષ્ય આપવું હોય તો શિક્ષક અને વાલીએ વિદ્યાર્થી માટે સતત સંપર્કમાં રહેવું પડે.
વિદ્યાર્થીનાં શાળામાં ભણતર,વ્યવહાર તેમજ આજના આ સ્પર્ધાત્મક યુગમાં અભ્યાસની સાથે સાથે અભ્યાસલક્ષી અન્ય પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે? કે નહીં, તેનો સર્વાંગી વિકાસ કેવો છે? આ દરેક બાબતનું ધ્યાન વાલીએ રાખવું પડે છે, અને આ જ હેતુથી ગજેરા વિદ્યાભવનમાં તારીખ:૨૬/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ ધોરણ ૧ થી ૭માં વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીશ્રીઓએ શિક્ષકનો સંપર્ક કરી પોતાના બાળક વિશેની અભ્યાસલક્ષી માહિતી મેળવી હતી.
Great opportunity to know and to work for purification and Modification of student’s performance and to ensure best academic and non-academic performance of child.